DWARKA : ખંભાળીયા શહેરમાં કોરોનાની મહામારીને ધ્યાને લઇ ચાર લોકોએ સાથે મળી ‘ફ્રી ફૂડ સર્વિસ’ શરૂ કરી

|

Apr 29, 2021 | 5:03 PM

મોટાભાગના લોકો ખંભાળીયા ખાતે જ તેના પરિજનોની સારવાર માટે પહોચી રહ્યા છે. તેવામાં ખંભાળીયાના જ ચાર લોકો એકઠા થઇ એક ગ્રૂપ બનાવી કોરોનાના દર્દીઓ અને તેના પરિજનોને માટે નિઃશુલ્ક ફ્રી ફૂડ સર્વિસ શરૂ કરવામાં આવી છે.

DWARKA : ખંભાળીયા શહેરમાં કોરોનાની મહામારીને ધ્યાને લઇ ચાર લોકોએ સાથે મળી ફ્રી ફૂડ સર્વિસ શરૂ કરી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Devbhumi Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા શહેરમાં કોરોનાની મહામારીને ધ્યાને લઇ ચાર લોકોએ સાથે મળી ફ્રી ફૂડ સર્વિસ શરૂ કરી છે. ખંભાળીયા શહેરમાં કોરોનાના દર્દીઓ અને તેના પરિજનો માટે સવાર અને સાંજ એમ બન્ને ટાઈમ ફ્રી ફૂડ સર્વિસ તમામ સમાજના લોકો માટે શરૂ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અને કોરોના પોઝીટીવ લોકો હોસ્પિટલમાં અને હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે સાથે જ ખંભાળીયામાં આવેલ જનરલ હોસ્પિટલમાં તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાથી પોઝીટીવ આવેલ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.

અને હાલ જિલ્લામાં મોટાભાગના લોકો ખંભાળીયા ખાતે જ તેના પરિજનોની સારવાર માટે પહોચી રહ્યા છે. તેવામાં ખંભાળીયાના જ ચાર લોકો એકઠા થઇ એક ગ્રૂપ બનાવી કોરોનાના દર્દીઓ અને તેના પરિજનોને માટે નિઃશુલ્ક ફ્રી ફૂડ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ પ્રકારનું પૌષ્ટીક ભોજન અને ફ્રૂટ સાથે અપાઈ રહ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

છેલ્લા એક અઠવાડિયાથી પણ વધુ સમયથી આ સેવા શરૂ કરવાં આવી છે. જેમાં હાલ દરરોજના 50 જેટલા લોકો આ સેવાઓનો લાભ લઇ રહ્યા છે. સાથે જ ગ્રૂપના મેમ્બર દ્વારા કોઈપણ વ્યક્તિ કે જે હોમ આઇસોલેશન હેઠળ અથવા તો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય અને તેના પરિજનો કે જે હાલ ખંભાળીયામાં બહારથી આવેલ દર્દીઓ અને તેના પરિજનો જેઓ કોઈપણ સમાજના હોઈ તેના માટે ફ્રી ફૂડ સર્વિસનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

સાથે જ હાલ ચાર લોકો છે ત્યારે જે કોઈ વ્યક્તિઓ આ સેવામાં સહયોગ આપવા ઇચ્છા ધરાવતા હોય તેઓ પણ સાથ સહકાર આપે જેથી વધુ સુવ્યવસ્થિત અયોજ કરી વધુ ટિફિન લોકો સુધી પહોંચાડી શકાય તેવી અપીલ પણ કરવામાં આવી છે.

ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં આ ગ્રૂપ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે અને આ કોરોનાની મહામારી વચ્ચે પણ લોકો સુધી સેવા પહોંચે તે માટે વ્યવસ્થા કરવામાં આવી, સાથે જ હજુ વધુને વધુ લોકો આ સેવાનો લાભ લે તે માટે અપીલ પણ કરાઈ છે. જેથી કોરોનાના દર્દીઓ અને તેના પરિજનો ન આ કપરા સમયમાં પણ એક ઉત્તમ સગવડ મળી રહે. આવા શુભ આશયથી આ આયોજન કરવામાં આવ્યું છે.

Next Article