PM Modi શુકવારે અમદાવાદની મુલાકાતે, સામાન્ય જનતા માટે આ રોડ રહેશે બંધ, જાણો ડાયવર્ઝન

|

Mar 11, 2021 | 7:35 PM

PM Modi  શુક્રવારે દાંડીયાત્રાના 91 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે આવવાના છે. તેમજ તેની સાથે દેશની આઝાદીના 75 વર્ષની  થવા પર શરૂ થનારા અમૃત મહોત્સવની શરૂઆત પણ સાબરમતી આશ્રમથી કરવાના છે.

PM Modi શુકવારે અમદાવાદની મુલાકાતે, સામાન્ય જનતા માટે આ રોડ રહેશે બંધ, જાણો ડાયવર્ઝન

Follow us on

PM Modi  શુક્રવારે દાંડીયાત્રાના 91 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે આવવાના છે. તેમજ તેની સાથે દેશની આઝાદીના 75 વર્ષની  થવા પર શરૂ થનારા અમૃત મહોત્સવની શરૂઆત પણ સાબરમતી આશ્રમથી કરવાના છે. જો કે પીએમ મોદીની આ મુલાકાતને લઇને શહેર ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે.જેની વિગતો આ મુજબ છે.

સુભાષબ્રિજથી વાડજ સર્કલ સુધીનો રસ્તો સવારના 7 થી બપોરે ત્રણ વાગે સુધી બંધ

-સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ, વાડજ સર્કલ સુધીનો રસ્તો સવારે 7થી બપોરે ત્રણ વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

વૈકલ્પિક રોડ
– RTO સર્કલથી રાણીપ ટી થઈ નવાવાડજ પોલીસ ચોકી થઈ અને વાડજ સર્કલ તરફ જઈ શકશે.

-બપોરે 11 વાગ્યાથી વાડજ સર્કલથી ઈન્કમટેક્સ બ્રિજ, નેહરુબ્રિજ, એલિસબ્રિજ, વીએસ હોસ્પિટલ, પાલડી ચાર રસ્તા, પાલડી ચાર રસ્તાથી NID રોડ સંપૂર્ણપણે તથા જમાલપુર બ્રિજ નીચે થઈ બહેરામપુરા મેલડી માતા મંદિર રોડ તરફ થઈ દાણીલીમડા ચાર રસ્તા સુધીનો રસ્તો એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

પદયાત્રા જેમ જેમ આગળ વધશે તેમ પોલીસ દ્વારા રોડ ખુલ્લા કરવામાં આવશે

વૈકલ્પિક માર્ગ
વાડજ અને આશ્રમ રોડ તરફ જવા માટે વાડજ કટથી રિવરફ્રન્ટ વેસ્ટ રોડથી જઈ શકાશે.

જમાલપુર તરફ જવા માટે એલિસબ્રિજ પરથી વિક્ટોરિયા ગાર્ડન, ખમાસા અને આસ્ટોડિયા થઈ જમાલપુર જઇ શકાશે.

જ્યારે ગીતામંદિરથી મજૂરગામ થઈ ભુલાભાઈ પાર્ક, શાહઆલમ થઈ અને દાણીલીમડા ચાર રસ્તા તરફ જઈ શકાશે.

Next Article