સૂરેન્દ્રનગરના વિદ્યાર્થીઓની પરીક્ષા બગડી…એસ.ટી બસની ફાળવણી ન થતા પરીક્ષામાં પહોંચી શક્યા નહીં

|

Feb 24, 2020 | 2:54 PM

એક તરફ અમદાવાદમાં લોકો નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમનો આનંદ માણી રહ્યા હતા. બીજી તરફ આ કાર્યક્રમ સૂરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઉભી કરી. એસ ટી બસની ફાળવણી થતા વિદ્યાર્થીઓ પરીક્ષા પણ ન આપી શક્યા. તો હજારો મુસાફરો પણ રઝળ્યા.  આ પણ વાંચોઃ જૂનાગઢમાં જયશ્રી રોડ પર ભૂગર્ભ ગટરના કામમાં રસ્તો ખોદી નાખાતા વેપારીઓનો હંગામો Web Stories […]

સૂરેન્દ્રનગરના વિદ્યાર્થીઓની પરીક્ષા બગડી...એસ.ટી બસની ફાળવણી ન થતા પરીક્ષામાં પહોંચી શક્યા નહીં

Follow us on

એક તરફ અમદાવાદમાં લોકો નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમનો આનંદ માણી રહ્યા હતા. બીજી તરફ આ કાર્યક્રમ સૂરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઉભી કરી. એસ ટી બસની ફાળવણી થતા વિદ્યાર્થીઓ પરીક્ષા પણ ન આપી શક્યા. તો હજારો મુસાફરો પણ રઝળ્યા.

આ પણ વાંચોઃ જૂનાગઢમાં જયશ્રી રોડ પર ભૂગર્ભ ગટરના કામમાં રસ્તો ખોદી નાખાતા વેપારીઓનો હંગામો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સુરેન્દ્નનગરના મુસાફરો અને વિદ્યાર્થીઓના કંઈક આવા હાલ રહ્યા. કેમ કે, અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં એસ.ટી બસ ફાળવી દેવાઈ. જે કારણે સુરેન્દ્રનગર એસ.ટી ડેપોએ અનેક રૂટ કેન્સલ કર્યા. હજારો મુસાફરો રઝળી પડ્યા. ધ્રાંગ્રધા બસના રૂટ પણ કેન્સલ થતા યાત્રીકોને પરેશાની ભોગવવી પડી. રોષે ભરાયા. લોકોએ ના છૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બીજી તરફ એસ.ટી બસના રૂટ કેન્સલ થતા મુસાફરો જ નહીં પરંતુ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પણ હેરાન થયા. સુરેન્દ્રનગરમાં આર્ટસ કોલેજમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓ શાળાએ મોડા પહોંચતા હોબાળો થયો. પહેલા તો પરીક્ષામાં બેસવા ન દેવાતા પરીક્ષાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. બાદમાં વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા પરીક્ષામાં બેસવા દેવાયા. મામલો શાંત પડ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article