રાજકોટ (Rajkot) ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં (Surendranagar-Rajkot section) આવેલા દિગસર-મુળી રોડ સ્ટેશનો વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. જેના લીધે 23.04.2022 થી 02.05.2022 સુધી રેલ યાતાયાત પ્રભાવિત થશે. જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે.
• ટ્રેન નં 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 24.04.2022 થી 01.05.2022 સુધી રદ.
• ટ્રેન નં 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 25.04.2022 થી 02.05.2022 સુધી રદ.
• ટ્રેન નં 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 24.04.2022 થી 01.05.2022 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નં 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 24.04.2022 થી 01.05.2022 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ તારીખો ટ્રેનોના મૂળ સ્ટેશન પરથી ઉપડવાની છે.
• ટ્રેન નં 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ દરરોજ 30 મિનિટ
• ટ્રેન નં 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દરરોજ 10 મિનિટ
• ટ્રેન નં 19578 જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ દર રવિવારે 25 મિનિટ
• ટ્રેન નં 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસ દર રવિવાર 25 મિનિટ
• ટ્રેન નં 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ દર રવિવાર, મંગળવાર અને શુક્રવાર 25 મિનિટ
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
આ પણ વાંચો: મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ, શિવસૈનિકો થયા આક્રમક, બેરિકેડ તોડીને રાણા દંપતીના બિલ્ડિંગમાં ઘૂસ્યા
Published On - 4:58 pm, Sat, 23 April 22