દ્વારકાના દરિયામાં Dolphinના દ્રશ્યો થયા કેમેરામાં કેદ, જુઓ ડોલ્ફિનનો અનોખો નજારો

|

Mar 15, 2021 | 11:55 AM

ગલ્ફ ઓફ કચ્છના વિસ્તારમાં વિશાળ દરીયાકાંઠો આવેલો છે. આ સાથે વિવિધ દરીયાઈ જીવસૃષ્ટિ પણ વસવાટ કરે છે. ખાસ સૌરાષ્ટ્રના દરીયાકિનારે ડોલ્ફિન (Dolphin) જોવા મળતી હોય છે.

ગલ્ફ ઓફ કચ્છના વિસ્તારમાં વિશાળ દરીયાકાંઠો આવેલો છે. આ સાથે વિવિધ દરીયાઈ જીવસૃષ્ટિ પણ વસવાટ કરે છે. ખાસ સૌરાષ્ટ્રના દરીયાકિનારે ડોલ્ફિન (Dolphin) જોવા મળતી હોય છે. ડોલ્ફિન (Dolphin) માછલીએ દરીયાઈ જીવમાં સૌથી વધુ બુધ્ધિશાળી અને રમતીયાળ જીવ માનવામાં આવે છે. જયારે 2 કે તેથી વધુ ડોલ્ફિન સાથે હોય ત્યારે દરીયામા મસ્તી સાથે કુદકા મારતી જોવા મળે છે. દરીયાની અંદર અને બહાર થતી વધુ અનોખો નજારો જોવા મળે આવા દ્રશ્યો પર્યાવરણપ્રેમીના કોમરામા કેદ થયા છે. દ્રારકા તાલુકાના ઓખા ગામમાં ખોડીયાર મંદિર પાસેની ચોપાટી ખાતે દરીયાકિનારે સવારે ડોલ્ફિન 6 થી 8 જોટલી ડોલફીન જોવા મળી હતી. જે દરીયાની બહાર આવતા સાથે પર્યાવરણપ્રેમીએ કેમરામાં આ દ્રશ્યો કેદ કર્યા હતા.

Next Video