ગુજરાતમાં તબીબોની હડતાળ (Doctors Strike )ત્રીજા દિવસે વધારે ઉગ્ર બની. સતત ત્રીજા દિવસે પણ અમદાવાદ, સુરત અને રાજકોટમાં પોતાની માંગને લઇ તબીબોએ હડતાળ યથાવત રાખી. સૌ પહેલા વાત કરીએ તો સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં હડતાળિયા તબીબોએ ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરી વિરોધ નોઁધાવ્યો. તો રાજકોટની (Rajkot) સિવિલ હોસ્પિટલમાં 200 તબીબોએ ચક્ષુદાન અને અંગદાનના સંકલ્પ પત્ર ભરીને વિરોધ વ્યક્ત કર્યો. જ્યારે અમદાવાદમાં (Ahmedabad) સિનિયર ડોક્ટરોની ગેરહાજરીને કારણે સિવિલ હોસ્પિટલમાં અનેક સર્જરી રદ કરવી પડી. હડતાળને કારણે દર્દીઓની હાલત કફોડી બની. ઓપીડીથી લઈને ઈમરજન્સી સહિતની તમામ સેવાઓ ખોરંભે ચઢી. જેને લઇ દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.
સરકારે જે માંગો પુરી કરવાની બાહેધરી આપી હતી તે પૂર્ણ ન થતા તબીબો લડી લવાના મુડમાં છે. તો હડતાળના 3 દિવસ થયા છતાં સરકાર હડતાળનું કોઈ સમાધાન લાવી શકી નથી. પણ સરકાર અને તબીબોની લડાઈમાં દર્દીઓની હાલત અત્યંત કફોડી થઈ રહી છે. ફીકર એ વાતની છે કે, હડતાળ સમેટાય નહીં ત્યાં સુધી દર્દીઓને વ્હારે આવશે કોણ ?
સિનિયર ડોક્ટરોની ગેરહાજરીને કારણે એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં અનેક સર્જરી રદ કરવી પડી છે. અન્ય રાજ્યો, જિલ્લાઓ અને શહેરોમાંથી સર્જરી માટે દાખલ થયેલા 20થી 70 વર્ષના દર્દીને સર્જરીની તારીખ આપી હતી, તે રદ કરાતા દર્દી મુશ્કેલીમાં મુકાયા છે. ઓપીડીથી લઈને ઈમરજન્સી સહિતની તમામ સેવાઓ ખોરંભે ચઢી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે યુ.એન.મહેતા કેન્સર હોસ્પિટલ કિડની હોસ્પિટલ પાસેથી 14 ડોક્ટરો મદદ માટે લેવામાં આવી છે. અનેક દર્દીઓ હડતાળને કારણે ‘ડિસ્ચાર્જ અગેઇન્સ્ટ મેડિકલ એડવાઇઝ’ હેઠળ સિવિલ હોસ્પિટલમાંથી રજા લઇને પ્રાઇવેટમાં સારવાર લેવા મજબૂર બન્યાં છે.
હડતાળ મુદ્દે જીએમટીએના પ્રમુખ રજનીશ પટેલ તથા જીએમટીએના સેક્રેટરી જે.સી.મકવાણાએ જણાવ્યુ હતુ કે, પડતર માંગણીઓ મુદ્દે અમારી લડત 2012થી ચાલુ છે. 16 મે 2021ના રોજ NPA માટે ઠરાવ થયો હતો. જોકે સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો છે. તેમણે જણાવ્યુ કે ત્રણ વાર હડતાળ મોકુફ રાખી અને એક વાર કેન્સલ કરી પણ હજુ કોઈ નિવારણ આવ્યુ નથી. 31 માર્ચ વિતી હોવા છતાં અમારી માગણીના ઠરાવ ન થતા હડતાળનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યુ, અમારી માગણીઓ વ્યાજબી હોવા છતાં તેનો ઉકેલ નથી લાવવામાં આવ્યો. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા ડૉકટર્સે ફરી હડતાળનું હથિયાર પસંદ કર્યું છે.
જો સરકાર અને તબીબોની લડાઈ લાંબી ચાલી તો દર્દીઓની હાલત અત્યંત કફોડી બની શકે છે. સરકારે જે માંગો પુરી કરવાની બાહેધરી આપી હતી તે પૂર્ણ ન થતા તબીબો લડી લવાના મુડમાં છે. ત્યારે સરકાર હવે શું સમાધાન કાઢે છે તેની પર સૌની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો : માતાએ પોતાના જ પુત્રને અપાવી 25 વર્ષની સજા, એક વર્ષથી પૌત્રી સાથે આચરતો હતો દુષ્કર્મ
આ પણ વાંચો : Horror Movies : ઓનલાઈન ઉપલબ્ધ છે હિન્દી સિનેમાની આ શ્રેષ્ઠ હોરર ફિલ્મો, જેના ભૂત જોઈને થશે વાસ્તવિક ડરની અનુભૂતિ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-