દિવાળીના તહેવારમાં કાંકરીયાની રોનક ઝાંખી પડી! મીની ટ્રેન અને બલૂન સેવાઓ ઠપ

|

Oct 28, 2019 | 3:51 PM

કાંકરિયાને દિવાળી સમયે જ ગ્રહણ લાગ્યું છે. દિવાળીના તહેવારમાં લાખો સહેલાણીઓ કાંકરીયાની મુલાકાતે આવતા હોય છે. પરંતુ હાલ કાંકરીયામાં રાઈડ્સ, મિની ટ્રેન અને હિલીયમ બલૂન પણ બંધ છે. જેના કારણે કાંકરિયાની રોનક ફિક્કી પડી ગઇ છે. દિવાળીના તહેવારમાં પણ કાંકરીયામાં સહેલાણીઓની સંખ્યા ઘટી છે. હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને દિવાળીનો તહેવાર ચાલી રહ્યો […]

દિવાળીના તહેવારમાં કાંકરીયાની રોનક ઝાંખી પડી! મીની ટ્રેન અને બલૂન સેવાઓ ઠપ

Follow us on

કાંકરિયાને દિવાળી સમયે જ ગ્રહણ લાગ્યું છે. દિવાળીના તહેવારમાં લાખો સહેલાણીઓ કાંકરીયાની મુલાકાતે આવતા હોય છે. પરંતુ હાલ કાંકરીયામાં રાઈડ્સ, મિની ટ્રેન અને હિલીયમ બલૂન પણ બંધ છે. જેના કારણે કાંકરિયાની રોનક ફિક્કી પડી ગઇ છે. દિવાળીના તહેવારમાં પણ કાંકરીયામાં સહેલાણીઓની સંખ્યા ઘટી છે. હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે બાળકોને પ્રિય એવી મિની ટ્રેન, એમ્યુઝમેન્ટ પાર્ક અને બલૂન સફારીની રાઇડ ઠપ થઇ ગઇ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ પ્રકાશના પર્વની અનોખી ઉજવણી! મંદિરમાં 25 હજાર દિવળાઓ, જુઓ VIDEO

કાંકરિયા લેકફ્રન્ટ રાજ્ય બહારના સહેલાણીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દિવાળીના વેકેશનમાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી સહેલાણીઓ અહીંયા રાઈડ્સ અને અટલ એક્સપ્રેસ મીની ટ્રેનની મજા લેવા માટે આવતા હોય છે. પરંતુ પહેલી વખત કાંકરિયા લેકફ્રન્ટની રોનક ઝાંખી પડી છે. કાંકરિયાની મુલાકાતે જનારા સહેલાણી અને ખાસ કરીને બાળકોને આ વખતે નિરાશ થયા છે. કારણ કે, કાંકરીયાનું મુખ્ય આકર્ષણ એવી રાઈડ્સ, અટલ એક્સપ્રેસ મીની ટ્રેન, બલૂન અને બલૂન સફારી પાર્ક બંધ છે. વડોદરાના રાહુલ પટેલ તેમની ફેમેલી સાથે કાંકરીયા ફરવા આવ્યા હતા. પરંતુ રાઈડ્સ અને મીની ટ્રેન બંધ હોવાથી તેઓ નીરાશ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કાંકરિયામાં એમ્યુઝમેન્ટ પાર્ક 2માં આવેલી ડિસ્કવરી રાઈડ તૂટી પડ્યા બાદ બંને એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. 2010માં કાંકરિયામાં સ્વર્ણિમ જયંતિ અટલ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જે બાળકો અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. સ્વર્ણિમ જયંતિ ટ્રેનમાં કાંકરિયાની સફર માણવા સહેલાણીઓ આવતા હતા. પરંતુ મેન્ટેનન્સના અભાવે ટ્રેન બંધ છે. ટ્રેનના પાટા ઘસાયા હોવાથી છેલ્લા પાંચ મહિનાથી ટ્રેનને તાળા મારી દેવામાં આવ્યા છે.

કાંકરિયામાં સહેલાણીઓ માટે બલૂન સફારી માટે આવતા હોય છે. પરંતુ હાલ બલૂન સફારી પણ બંધ છે. જેના કારણે કાંકરિયાની મુલાકાતે આવતા મુલાકાતીઓ બલૂન સફારીની મજા પણ માણી શકતા નથી. કોર્પોરેશન દ્વારા કાંકરિયાની જોખમી ન હોય તેવી રાઈડ્સ, બલૂન અને મીની ટ્રેન શરૂ કરવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. દિવાળી વેકેશન પૂર્ણ થાય તે પહેલા કેટલીક રાઈડ્સ અને ટ્રેન શરૂ થાય તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. પરંતુ વેકેશનમાં રાઈડ્સ અને ટ્રેન શરૂ થાય તેવું લાગતું નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કાંકરીયામાં દિવાળીના તહેવારમાં જ મહત્વના આકર્ષણો બંધ હોવાથી સહેલાણીઓ ઘટ્યાં છે. તહેવારમાં પણ સહેલાણીઓની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. દિવાળીના તહેવારમાં દરરોજ અહીંયા 25થી 30 હજાર સહેલાણીઓ કાંકરીયા લેક ફ્રન્ટ ખાતે આવતાં હોય છે. પરંતુ આ વર્ષે દિવાળીના તહેવારમાં સહેલાણીની સંખ્યા ઘટીને 12થી 15 હજાર થઈ ગઈ છે. જેના કારણે કાંકરીયામાં આવેલા ફૂડ કોર્ટની રોન પણ ઝાંખી પડી ગઈ છે.

Next Article