51 વર્ષથી આ NRI ફેમિલી દિવાળી ઉજવવા આવે છે વડોદરા, તેમણે કહ્યું ‘તહેવારનો આનંદ ભારત જેવો ક્યાં નહીં’

|

Nov 05, 2021 | 6:37 AM

Vadodara: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં વર્ષોથી NRI ઝવેરી પરિવાર અમેરિકાથી ખાસ દરેક તહેવારોની ઉજવણી કરવા આવતા હોય છે.

દિવાળીનો પર્વ લોકો પરિજનો સાથે મન ભરીને મનાવી રહ્યા છે. દિવાળીની રાત્રે ગુજરાતના અનેક શહેરોમાં ધમાકેદાર આતશબાજી જોવા મળી હતી. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોના આકાશમાં માનવ સર્જિત તારલાઓ જોવા મળ્યા હતા. ત્યારે વડોદરા શહેરમાં લોકોએ ખુબ ઉત્સાહથી ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરી હતી. કોરોના કાળમાં જ્યારે લોકોને આ વખતે રોગચાળો હલાવો છે ત્યારે તહેવારની ઉજવણીનો લગભગ 2 વર્ષે ચાન્સ મળ્યો છે. તમને જણાવી દઈએ કે વડોદરામાં NRI ઝવેરી પરિવાર જે વર્ષોથી માત્ર તહેવારોની ઉજવણી માટે ભારત પોતાના વતન આવે છે. તેઓ પણ પરિવાર સહીત વડોદરા આવ્યા અને દિવાળી ઉજવી.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં વર્ષોથી NRI ઝવેરી પરિવાર અમેરિકાથી ખાસ દરેક તહેવારોની ઉજવણી કરવા આવતા હોય છે. અને દિવાળી પર્વમાં વિશેષ આયોજન કરતા હોય છે. તેઓનું ઘર ખુબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. લગભગ ૫૧ વર્ષથી આ પરિવાર આ રીતે ઉજવણી કરી છે. આ મામલે ઘરના મોભીએ જણાવ્યું કે તહેવારનો લાહવો અહીંયા છે તે અમેરિકામાં બિલકુલ નથી. તેમણે કહ્યું કે આપણું કલ્ચર અને આપણા તહેવાર જેવું કશે નથી. ત્યારે ઘરના એન્ય સભ્યએ કહ્યું , ‘આપણા ઇન્ડિયા જેવું કશે નહીં.’

 

આ પણ વાંચો: ગુજરાતમાં આવેલા ભૂકંપ અંગે પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી માહિતી મેળવી

આ પણ વાંચો: Ind Vs Pak: હવે ભારત-પાકિસ્તાન ટેસ્ટ મેચ રમાડવાની માંગ થવા લાગી, બે દિગ્ગજોએ ICC ને આપ્યો સંદેશ ક્યાં કેવી રીતે રમાડી શકાય

Next Video