ગુજરાતના જિલ્લા કલેક્ટરોને ફિલ્ડ વિઝીટ કરી સરકારી યોજનાનુ મોનીટરીંગ કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની તાકીદ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાતભરના જિલ્લા કલેકટરોની કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં, જિલ્લા કલેકટરોને ફિલ્ડમાં વિઝીટ કરીને સરકારી યોજનાનું મોનિટરિંગ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત જિલ્લા સ્તરે જમીનના પ્રશ્નો ઉકલી જાય તે માટે સરકારે તાલુકા કક્ષાએ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રિફોર્મ્સની જગ્યાઓ મંજૂર કરી છે. આ દિશામાં કલેકટરો ખાસ ધ્યાન આપે તેવી પણ તાકીદ કરી હતી.

| Edited By: | Updated on: Jan 16, 2026 | 10:15 PM
1 / 6
ગાંધીનગરમાં યોજાયેલી કલેકટર કોન્ફરન્સના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને ફિલ્ડ વિઝીટને અગ્રતા આપીને સરકારી યોજનાઓના અસરકારક અમલનું મોનીટરીંગ કરવા સૂચનો કર્યા હતા. તેમણે ઓનેસ્ટી, ઇન્ટીગ્રિટી, કોમ્પીટન્સ અને ઇફેક્ટિવનેસના મુખ્ય આધાર પર સમગ્ર જિલ્લાની કામગીરીનું નેતૃત્વ કરવાનો પણ અનુરોધ કલેકટરોને કર્યો હતો.

2 / 6
મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યું કે, રાજ્યમાં જે સંગીન નાણાંકીય વ્યવસ્થાપન છે તેના કારણે હવે વિકાસ કામોમાં નાણાંની કોઈ તંગી નથી પડતી આ સંજોગોમાં જિલ્લામાં વિવિધ યોજનાઓના ચાલતા વિકાસ કામો ઝડપી અને ગુણવત્તાયુક્ત થાય તે માટે જિલ્લાની ટીમનું નેતૃત્વ કરીને કલેક્ટરો યોગ્ય નિગરાની રાખે.

3 / 6
ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યના જિલ્લા કલેકટરોને ટીમવર્કથી અને એકબીજા સાથે ચર્ચા કરીને સાથે મળીને કામ કરવાનું આહવાન કરતા કહ્યું કે, પરિપત્રો-નિયમોનું જિલ્લાઓમાં અલગ અલગ અર્થઘટન ન થાય અને લોકોને પોતાના કામોમાં સરળતા રહે તે માટે જિલ્લા કલેક્ટરો જવાબદારી પૂર્વક કાર્યરત રહે.

4 / 6
જિલ્લા કલેકટરોને જન પ્રતિનિધિઓની રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી કરવા, સ્વામીત્વ યોજનામાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ વિતરણમાં ગતિ આપવા, તેમજ જિલ્લા કક્ષાએ પણ ફીડબેક મિકેનિઝમ વધુ સુચારુ બનાવવાના સૂચનો કર્યા હતા.

5 / 6
મહેસુલ રાજ્યમંત્રી સંજય સિંહ મહિડાએ, રાજ્યમાં નવા રચાયેલા તાલુકા મથકોએ લોકોને ઝડપી સેવાઓ મળી રહે તે માટે સરકારી કચેરીઓ ત્વરાએ કાર્યરત થાય તે માટેના અને મુખ્યમંત્રીના દિશાદર્શનમાં આગામી સમયમાં જિલ્લા વાઇઝ સમીક્ષા બેઠકો યોજવા માટેના સૂચનો આ બેઠકમાં કર્યા હતા.

6 / 6
મુખ્યમંત્રીએ તાજેતરમાં જ એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને તાલુકા કક્ષાએ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રિફોર્મ્સની જગ્યાઓ મંજૂર કરી છે તેના પરિણામે જમીનને સ્પર્શતા પ્રશ્નોની પેન્ડન્સી ઘટે તે દિશામાં કલેકટરો ખાસ ધ્યાન આપે તે જરૂરી છે તેમ અધિક મુખ્ય સચિવે ઉમેર્યુ હતુ.