હાર્દિક પટેલ (Hardik patel) આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાય તેવી ચર્ચાઓ થઇ રહી છે. હાર્દિક પટેલ અને આપના ટોચના નેતાઓ વચ્ચે વાતચીત થયાની શક્યતા પણ સેવાઇ રહી છે. કોંગ્રેસમાં ધાર્યું સ્થાન ન મેળવી શકનાર હાર્દિકને આપમાં મહત્વની ભુમિકા મળવાની પણ સંભાવનાઓ દેખાઇ રહી છે. કોંગ્રેસમાં હાંસિયામાં ધકેલાઇ ગયેલા હાર્દિકને આપમાં મોટું પદ મળે તેવા સંકેતો છે. આમ, 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા આપ પાર્ટીમાં મોટા ફેરફારની શક્યતાઓ જોવાઇ રહી છે. 2022ની ચૂંટણીમાં હાર્દિક ગુજરાતમાં આપનો ચહેરો બને તેવી રણનીતિ હોવાનું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. આમ આદમી પાર્ટીને પણ મોટો પાટીદાર ચહેરો મળે તેવો વ્યૂહ હોવાનું સુત્રો (Source)જણાવે છે. જો કે હાર્દિક પટેલ તરફથી આ બાબતે કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. રાજકીય વર્તુળોમાં હાર્દિક પટેલ લઇને ચર્ચા તેજ બની છે.
રાજકારણમાં ઘણીવાર જે ઘટના ભવિષ્યમાં બને છે, તેની ચર્ચા પહેલે થી શરુ થઇ જતી હોય છે. આવી જ ચર્ચા ચાલી રહી છે હાર્દિક પટેલ વિષે. જો સુત્રોનું માનીએ તો હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે તેવી શક્યતા છે. અને 2022ની ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો તે મુખ્ય ચહેરો બને તેવી પણ શક્યતા છે. રાજકિય વર્તુળોમાં ચર્ચા છે કે હાર્દિક પટેલ અને આમ આદમી પાર્ટીની ટોચની નેતાગીરી વચ્ચે વાતચીતનો દોર પણ ચાલું છે.
પંજાબ અને ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની હાર બાદ હાલ કોંગ્રેસમાં પણ હતાશાનું વાતાવરણ છે. ત્યારે નવા ઉત્સાહ સાથે હાર્દિક આપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી હાર્દિક, કોંગ્રેસમાં હાંસિયામાં છે. તેમના કદ પ્રમાણેનું સ્થાન અને મોભો હાર્દિકને કોંગ્રેસમાં મળ્યો નથી. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણી માટે તે આમ આદમી પાર્ટીમાંથી મોટો પાટીદાર ચહેરા તરીકે ઉભરી શકે છે. જો કે હજું આ બાબતે હાર્દિક પટેલ કે આમ આદમી પાર્ટીમાંથી કોઇ સત્તાવાર સમર્થન મળ્યું થી. જો કે હાલ તો રાજકીય વર્તુળોમાં આ ચર્ચા તેજ બની છે.
આ પણ વાંચો : ગુજરાતની જેમ મહારાષ્ટ્રની શાળાઓના અભ્યાસક્રમમાં પણ ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવે, ભાજપે કરી માંગણી