ગુજરાતની તમામ નગરપાલિકામાં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે: ધનસુખ ભંડેરી

|

Nov 25, 2021 | 1:36 PM

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દર વર્ષે ૩ હજાર કરોડથી વધારેની ગ્રાંન્ટની ફાળવણી કરે છે અને નગરપાલિકાઓનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં પ્રયત્નશીલ છે.

ગુજરાતની તમામ નગરપાલિકામાં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે:  ધનસુખ ભંડેરી
Dhansukh Bhanderi

Follow us on

રાજકોટમાં (Rajkot) ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના(GMFB) ચેરમેન ધનસુખ ભંડેરીના (Dhansukh Bhanderi) અધ્યક્ષસ્થાને રાજકોટના સ્વામિનારાયણ ગુરૂકૂળમાં રાજકોટ ઝોનની ૩૦ નગરપાલિકાઓની ગ્રાન્ટ અને તેના દ્રારા કરવામાં આવેલા વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં અલગ અલગ નગરપાલિકાઓને ફાળવેલી ગ્રાંન્ટમાંથી કેટલા વિકાસના કામો થયા અને કેટલી ગ્રાંન્ટ હજુ પણ વણવપરાયેલી છે તેની સમિક્ષા કરવામાં આવી હતી.ધનસુખ ભંડેરીએ સરકારની વિવિધ યોજનાઓ અને ગ્રાંન્ટના વપરાશને લઇને ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખને માર્ગદર્શન આપ્યું હતું.

નગરપાલિકાઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ અંગે ધનસુખ ભંડેરીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દર વર્ષે ૩ હજાર કરોડથી વધારેની ગ્રાંન્ટની ફાળવણી કરે છે અને નગરપાલિકાઓનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં પ્રયત્નશીલ છે.જે નગરપાલિકાઓમાં ભાજપની સત્તા નથી તેવી નગરપાલિકાઓમાં પણ ગ્રાંન્ટની ફાળવણી કરવામાં આવે છે અને લોકોનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે.ગુજરાતભરની નગરપાલિકાઓ માં રાજ્ય સરકાર મનમૂકીને ગ્રાંન્ટ આપે છે અને પાયાની સુવિધાઓ ઉભી થાય અને વધારાની સુવિધાઓ ઉભી કરવામાં આવે તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

છ ઝોનમાં સમીક્ષા બેઠકનું આયોજન

મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્રારા રાજકોટ ઝોનની નગરપાલિકાની સમિક્ષા બેઠક યોજાય રહ્યો છે તે રીતે રાજ્યના છ ઝોનમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અમદાવાદ સુરત,વડોદરા,ગાંધીનગર અને ભાવનગર ઝોનમાં આ બેઠકનું આયોજન કરવામાં આવશે.

જનભાગીદારી યોજનામાં સરકારે ઉદાત વલણ દાખવ્યું

દરેક નગરપાલિકાઓને ધનસુખભાઇ ભંડેરીએ દર બે માસે જનરલ બોર્ડના બોલાવી લેવા અને નિયમાનુસારની ઝડપથી દરખાસ્તો રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલટી મારફત બોર્ડને મળી જાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ધનસુખભાઈએ તાજેતરના નવા પરિપત્રો અને ઠરાવો નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું જનભાગીદારી યોજનામાં સરકારે ઉદાત વલણ દાખવ્યું છે.

તેનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવો અને ગટર લાઈનને મુખ્ય લાઈન સાથે જોડવા ધરદીઠ રૂપિયા ૭૦૦૦ની મર્યાદામાં તેમજ ખાનગી સોસાયટી ભાગીદારી યોજનામાં કુટુંબ દીઠ ૨૫ હજારની સહાય નગરપાલિકાઓને મળવાપાત્ર થાય છે.

પાંચ વર્ષમાં ૩૮૪૨૭ કરોડની ફાળવણી કરવામાં આવી 

આગવી ઓળખ યોજનામાં શહેરોની સાંસ્કૃતિક વિરાસત ઉજાગર કરવા સહિતના પ્રોજેક્ટો માટે કેટેગરી વાઇઝ અ વર્ગની નગરપાલિકાને રૂપિયા ૫ કરોડ, બ વર્ગને રૂપિયા ૪કરોડ, ક વર્ગને રૂપિયા ૩ કરોડ અને ડ વર્ગને રૂપિયા બે કરોડ સુધીની ગ્રાન્ટ મળશે. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા શહેરોના સર્વ સમાવેશક સમતોલ વિકાસ માટે છેલ્લા પાંચ વર્ષમાં ૩૮૪૨૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ચાલુ વર્ષે કુલ ૮૪૦૦ કરોડની ફાળવણી સાથે આગવી ઓળખ યોજનામાં ૧૩૨૯ કરોડ તેમજ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને ૧૪ અને ૧૫ માં નાણાપંચ સહિત વિવિધ યોજનામાંથી પૂરેપૂરું ફંડ નગરપાલિકાઓને આપવામાં આવી રહ્યું છે.

આ પણ  વાંચો :  જામનગરમાં મગફળીના ટેકા ભાવે વેચાણમાં ખેડુતોએ નિરસતા દાખવી, અનેક મુશ્કેલીઓ જવાબદાર

આ પણ  વાંચો : અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન, ટીમ પર પથ્થરમારો કરાયો

 

Published On - 1:32 pm, Thu, 25 November 21

Next Article