AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મજાક મજાકમાં ગુજરાતની જનતાએ અરવિંદ કેજરીવાલને આપી મોટી ઓફર, કહ્યુ- અમે સરકારને મફત વીજળી આપીશું, વાંચો અહેવાલ

અરવિંદ કેજરીવાલે (Arvind Kejrival) બેરોજગાર યુવાનોને નોકરી આપવાની અને નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર રૂપિયા ભથ્થું આપવાની બાંયધરી આપી હતી. સાથે જ તેમણે મફત વીજળી આપવાની પણ જાહેરાત કરી હતી.

મજાક મજાકમાં ગુજરાતની જનતાએ અરવિંદ કેજરીવાલને આપી મોટી ઓફર, કહ્યુ- અમે સરકારને મફત વીજળી આપીશું, વાંચો અહેવાલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 8:05 PM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયા છે, જેમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival) પણ ગુજરાતની વારંવારની મુલાકાતે આવી રહ્યા છે અને એક બાદ એક શહેરોની મુલાકાત કરી રહ્યા છે. આ જ ક્રમમાં આમ આદમી પાર્ટીના (AAP) સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ફરીથી ગુજરાત (Gujarat) પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ દ્વારકાધીશના દર્શન કરી પોતાના પ્રવાસની શરૂઆત કરી. કેજરીવાલે દ્વારકામાં ગુજરાતની જનતાને અનેક વચનો આપ્યા છે. રોજગારીની ગેરંટી આપી છે. ત્રીજી સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં હાજરી આપશે, આ સંમેલનમાં મોટી સંખ્યામાં સરંપચ અને કાર્યકરો હાજર રહેશે.

ગુજરાતમાં વચનોના વાયદા

કેજરીવાલ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન એક પછી એક મોટી જાહેરાતો કરી રહ્યા છે. 10 ઓગસ્ટના રોજ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન કેજરીવાલે વચન આપ્યું હતું કે રાજ્યમાં AAP સરકારની રચના થતાંની સાથે જ 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને 1,000 રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલે પાંચમી ગેરંટી આપી હતી. અગાઉ કેજરીવાલે બેરોજગાર યુવાનોને નોકરી અને નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને ત્રણ હજાર રૂપિયા ભથ્થું આપવાની બાંયધરી આપી હતી. સાથે જ તેમણે મફત વીજળી આપવાની પણ જાહેરાત કરી હતી. મફત વીજળી આપવાની જાહેરાત બાદ હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે.

અરવિંદ કાકા મફત વીજળી આપવા કરતા,

મફત સોલાર પેનલ આપો..!!!

જરૂરિયાત હશે તેટલી વીજળી વાપરીશું…

વધારાની વીજળી સરકારને મફતમાં આપીશું..!!!

– એક ગુજરાતી

આ મેસેજમાં ગુજરાતની જનતાએ અરવિંદ કેજરીવાલને એક મોટી ઓફર આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મફતમાં વીજળી આપવા કરતા તમે મફતમાં સોલાર પેનલ આપો. તેમાંથી ઉત્પન થનારી વીજળીમાંથી જરૂરિયાત હશે તેટલી વીજળી વાપરીશું અને વધારાની વીજળી સરકારને મફતમાં આપીશું. આમ, સરકાર જનતાને મફ્ત વીજળી આપે કે ન આપે પરંતુ લોકો સરકારને મફત વીજળી આપશે.

અરવિંદ કેજરીવાલની ગેરંટી

ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દ્વારકામાં એનડીએચ હાઇસ્કૂલમાં જનસભા સંબોધન દરમિયાન રોજગારીની ગેરંટી આપી છે. અરવિંદ કેજરીવાલે 10 લાખ સરકારી નોકરી તૈયાર કરવાનું વચન આપ્યુ છે. એટલુ જ નહીં અરવિંદ કેજરીવાલે એક જ વર્ષમાં તમામ ભરતી કરવાની ગેરંટી આપી છે. જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યા સુધી રોજગારી ભથ્થુ આપીશુ. ગુજરાતમાં પેપર ફુટવાની ઘટનાને લઇને તેમણે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યા હતા કે તમામ પેપર ફુટી જાય છે. જેથી પેપરલીકના આરોપીઓને જેલભેગા કરી દઇશુ. તેમણે કહ્યુ કે, 2015 બાદ જેટલા પેપરલીક થયા તમામ આરોપીને જેલ મોકલીશુ.

Follow Us
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
g clip-path="url(#clip0_868_265)">