ગુજરાતના દ્વારકામાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા અનેક બંદરો અને દરિયાઇ પટ્ટીની આસપાસના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો સુરક્ષાના કારણોસર દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં હાલ દ્વારકા જિલ્લામાં દબાણ હટાવો અભિયાન જોરશોરથી થઈ રહ્યુ છે. જેમાં સોશિયલ મીડિયા પર હાલ દ્વારકાના હરસિધ્ધિ માતાજીના મંદિરની આસપાસથી દૂર કરવામાં આવેલા અસંખ્ય દબાણોનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. દ્વારકા તાલુકાના બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનના આશરે 6 માસ બાદ ફરી તંત્ર દ્વારા દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં બુલડોઝર ફેરવાનુ શરૂ કર્યુ છે.
આ વખતે દ્વારકા-સોમનાથ હાઈવે ભોગાત, નાવદ્રા, અને યાત્રાધામ હર્ષદમાં કામગીરી કરવામાં આવી હતી. હરસિધ્ધિ માતાજીના મંદિર નજીક 100 વધુ દબાણને પ્રથમ દિવસે દુર કરવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસની કડક સુરક્ષા કરવામાં આવી હતી. પ્રથમ દિવસે 3.70 લાખ સ્ક્વેર ફુટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જ્યારે આ વિડીયો @Meghupdates નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે ” ગુજરાત સરકારે દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારમાં લાખો મીટર ગેરકાયદે રીતે અતિક્રમિત જમીનને ખાલી કરવા માટે રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ડિમોલિશન ઝુંબેશ શરૂ કરી છે. તેમજ આ સમગ્ર દરિયા કિનારો વિસ્તાર સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત સંવેદનશીલ છે. ”
Gujarat govt launches biggest Demolition drive in state’s history to clear lakhs of meters of illegaly encroached land by squatters in sea coast area of Devbhoomi Dwarka.
The entire sea coast area is highly sensitive in terms of security as it lies pic.twitter.com/e6dldsBJPH… https://t.co/ysVcKFT1Ib
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 16, 2023
હરસિધ્ધિ માતાજીના મંદિર નજીકના આસપાસના વિસ્તારમાં હજારો ફૂટ ગેરકાયદે દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન શરૂ કરાયું હતુ. જેમાં સંબંધિત દબાણકારોને અગાઉ નોટિસો બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનઅધિકૃત બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું હતુ. રહેણાંક, કોમર્શિયલ, ધાર્મિક સહિત 102 જેટલા દબાણો દૂર કરાયા હતા
આ ઉપરાંત ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આ વિડીયો ટ્વિટ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારની કામગીરીને બિરદાવાદમાં આવી છે.
દ્વારકા પાસેના હરસિદ્ધિ માતા યાત્રાધામ ખાતે સરકારે લેન્ડ જેહાદ પર ફેરવ્યું બુલડોઝર. શાબાશ સરકાર. એકઝાટકે આટલું બધું ડિમોલિશન તો યુપીમાં પણ નહીં થયું હોય. #કચ્ચરઘાણ #સફાયો #Harshad #harsiddhimata #dwarka #gujarat #demolition @CMOGuj @sanghaviharsh pic.twitter.com/UbWbmIAaZp
— VHP Gujarat (@VHPGUJOFFICIAL) March 15, 2023
દેવભૂમિ દ્વારકાના હર્ષદ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સતત ત્રીજા દિવસે દબાણ હટાવો કાર્યવાહી યથાવત જોવા મળી. હર્ષદ બંદરના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં તંત્રએ અત્યાર સુધીમાં 239 ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતુ. જેમાં 186 રહેણાંક, 59 કોમર્શિયલ અને 4 ધાર્મિક સ્થળના દબાણ હટાવાયા હતા. રેન્જ IG, ડીવાયએસપી, મામલતદારની હાજરીમાં દબાણ હટાવોની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 3.95 કરોડ રૂપિયાની 8.80 લાખ ચોરસ ફૂટ જગ્યા તંત્રએ અત્યાર સુધીમાં ખાલી કરાવી છે.
મેગા ડિમોલિશન માટે મહેસુલ વિભાગની ટીમ સાથે સુરક્ષા જવાનોનો મોટો કાફલાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 1 એસ.પી. નિતેષકુમાર પાંડેય , 2 ડીવાયએસપી સમીર સારડા અને હાર્દિક પ્રજાપતિ, 20 પીઆઈ, 50 પીએસઆઈ, રેન્જ આઈજી વિસ્તારમાં વધુ ટુકડીઓ, એસ.આર.પી.ની ટીમ, મરીન કમાન્ડો હોમગાર્ડ, જીઆરડીના જવાનો, જીલ્લાની પોલિસ સહીત કુલ 800 જેટલા જવાનો બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સાથે મોબાઈલ વાન, ડ્રોન કેમેરા તેમજ દરીયામાં બોટની મદદથી પેટ્રોલીંગ કરવામાં આવે છે. દબાણ દુર કરવા માટે 6 હિટાચી મશીન, 3 જેસીબી મશીન , લોડર સહીતની મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉપરાંત દ્વારકામાં હર્ષદ બંદર બાદ નાવદ્રા બંદર પર તંત્રનુ બુલડોઝર ફેરવવામાં આવ્યુ છે. નાવદ્રા બંદર અને કારગીલ તરીકે ઓળખાતા વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અનેક ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરી નખાયા છે. નાવદ્રા બંદરેથી 2021 માં સો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ હતુ,જે બંગલામાંથી ડ્રગ્સ મળ્યુ છે તે અનવર પટેલના કરોડોના બંગલા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ છે. દ્વારકા એસપી સહિતના અધિકારીઓ પણ આ કામગીરીમાં જોડાયા હતા.
આ પણ વાંચો : Gujarati Video : કચ્છમાં ફરી પવન-કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ, માંડવી-મુન્દ્રા પંથકના ખેડૂતો ચિંતીત, જુઓ Video