Gujarati Video : કચ્છમાં ફરી પવન-કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ, માંડવી-મુન્દ્રા પંથકના ખેડૂતો ચિંતીત, જુઓ Video
કચ્છના વાગડ વિસ્તારમાં 6 તારીખે વરસાદ પછી ફરી કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદે જાણે શ્રાવણી માહોલ સર્જયો હતો. અચાનક બપોર બાદ કચ્છના માંડવી-નખત્રાણા ના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઇ હતી અને ત્યાર બાદ કચ્છના 5 તાલુકાઓમાં ઝરમરથી ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં ખાસ કરીને માંડવીના ગઢસીસા પંથક તથા નખત્રાણાના કોટડા-રોહા સહિત આસપાસના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો
કચ્છના વાગડ વિસ્તારમાં 6 તારીખે વરસાદ પછી ફરી કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદે જાણે શ્રાવણી માહોલ સર્જયો હતો. અચાનક બપોર બાદ કચ્છના માંડવી-નખત્રાણા ના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઇ હતી અને ત્યાર બાદ કચ્છના 5 તાલુકાઓમાં ઝરમરથી ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં ખાસ કરીને માંડવીના ગઢસીસા પંથક તથા નખત્રાણાના કોટડા-રોહા સહિત આસપાસના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ માંડવી-મુન્દ્રા વચ્ચે આવતા અનેક ગામડાઓમાં તોફાની વરસાદ પડ્યો હતો. જેમાં માંડવીના ગઢશીસા તથા તેની આસપાસના ગામોમાં વરસાદ પડતા કેરી સહિત ઉભા પાકોમાં નુકશાન જવાની ખેડુતોને ચિંતા છે.
આજુબાજુના ગામડાના ખેડૂતોને નુકશાન થાય તેવી શકયતા
જ્યારે બીજી તરફ મુન્દ્રા તાલુકાના કણઝરા,વાંકી,પત્રી અને બાબીયા,કેરા,કારાધોધા સુધી આજે ગાજવીજ, તોફાન અને બરફ ના કરા સાથે માવઠું થયું હતું ..મુન્દ્રા તાલુકા ના કણઝરા ગામના વતની અને કિશાનસંધના સદસ્ય લખુ ભાઈ આહીરએ જણાવ્યું હતું કે આજે બપોરે ભારે પવન, ગાજવીજ અને તોફાન સાથે બરફ ના કરા સાથે વસ્રસાદ પડ્યો હતો અને વાડી ખેતર માં પાણી વહી નિકળ્યા હતા.તો ભારે વરસાદ વચ્ચે ભારે પવનથી ગામની બાજુ માં બની રહેલ એક કંપનીના પતરા ના શેડ પણ ઉડી ગયા હતા. વરસાદ થી દાડમ, કેરી, જીરું, ઘઉં, વરિયાળી સહીત ના પાક ને કણઝરા તેમજ આજુબાજુ ના ગામડા ના ખેડૂતોને નુકશાન થાય તેવી શકયતા છે.
ભુજમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો
તો મુન્દ્રા-માંડવી ઉપરાંત બદલાયેલા વાતાવરણ વચ્ચે અંજાર,ભુજ,ગાંધીધામ વિસ્તારમાં પણ ઝાંપટા વરસ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ઝરમર થી ધોધમાર વરસાદ વરસ્યો હતો થોડા દિવસ પહેલાજ કચ્છમાં પડેલા વરસાદથી ખેડુતોએ નુકશાનની ફરીયાદ કરી સર્વે અને વડતરની માંગણી કરી હતી. ત્યારે આજે ફરી વરસાદ બાદ ખેડુતોએ નુકશાની અંગે સર્વે કરી ખેડુતોને વડતર મળે તેવી માંગ કરી છે. મુન્દ્રા શહેર તેમજ કચ્છના મુખ્ય મથક ભુજમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો : Gujarati Video : બોર્ડની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડાઇ, ભરૂચ જિલ્લામાં બીજો બનાવ સામે આવ્યો