ગુજરાત(Gujarat) વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડવા દ્વારકામાં કોંગ્રેસ (Congress)ની ચિંતન શિબિર ત્રિદિવસિય ચિંતન શિબિર ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકા(Devbhumi Dwarka) માં આયોજિત ચિંતન શિબિર(Chintan Shibir)ના બીજા દિવસે એટલે કે આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાજરી આપશે.
રાહુલ ગાંધી સવારે 11.30 કલાકે દ્વારકા મંદિરમાં દ્વારકાધીશના દર્શન કરશે. ત્યારબાદ બપોરે એક કલાકે ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે પહોંચશે. રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનોને માર્ગદર્શન આપશે. સાથે જ આ ચિંતન શિબિરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા માટેનો રોડમેપ તૈયાર કરાશે.
કોંગ્રેસની ચિંતન શિબિરના પ્રથમ દિવસે યુક્રેન–રશિયા યુદ્ધ મુદ્દે ઠરાવ પસાર કરાયો, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની પરિસ્થિતિ નાજુક છે ત્યારે યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી અને ભારતીયોની ચિંતા કરી તમામને સલામત પરત લાવવા માટે સરકાર વ્યવસ્થા કરે તેવો ઠરાવ પસાર કર્યો હતો.
તો ચિંતન શિબિરમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા..જગદીશ ઠાકોરે કાર્યકરોને સંબોધતા કહ્યું હતું, જેમની સામે લડાઈ લડવાની છે તે સાચા માણસો નથી, કાવતરા ખોર છે..તો રઘુ શર્માએ કહ્યું હતું, કોંગ્રેસ પાર્ટી એક વિચારધારા સાથે ચાલતી પાર્ટી છે..કોંગ્રેસ 5 નેતાઓથી નથી ચાલતી, લાખો કર્યાકર્તાઓ પાર્ટીની સાથે છે અને તાકાત છે..ચિંતન શિબિરમાં વરિષ્ઠ નેતાઓની અધ્યક્ષતામાં 10 અલગ અલગ ગ્રુપ બનાવીને મોંઘવારી, બેરોજગારી, મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
દ્વારકા ખાતે આયોજીત ત્રિદિવસીય ચિંતન શિબિરમાં ગુજરાતના નાગરિકોને સ્પર્શતા જુદા જુદા 18 મુદ્દાઓની વિષયવાર આગેવાનો, કાર્યકરો અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે વિવિધ 10 જુથોમાં ડેલીગેટોને વહેચવામાં આવ્યા હતા. જેમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થા, મહિલા સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, કોરોના મહામારી, ખેડૂતો – ખેતીની સમસ્યા, આર્થિક અવ્યવસ્થા, શહેરી સમસ્યા સહિતના 18 જેટલા મુદ્દાઓ ત્રણ દિવસની ચિંતન શિબિરમાં પ્રથમ દિવસે ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા માટે આગામી વિધાનસભા 2022ની ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ પક્ષ આંદોલનાત્મક, આક્રમક, કાર્યક્રમ કરવાનું ચિંતન શિબિરમાં નક્કી કરવામાં આવ્યું.
આ સાથે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ – આગેવાનોની ચર્ચા મંથન બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા ચિંતન શિબિરના ત્રીજા દિવસે કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણી માટે ‘વિઝન ડોક્યુમેન્ટ – દ્વારકા ડેક્લેરેશન’ જાહેર કરશે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-