17 એપ્રિલથી સોમનાથ ખાતે તમિલ સંગમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રેલવે વિભાગ દ્રારા પણ આ તમિલ સંગમ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મદુરાઇથી દ્રારકા અને વેરાવળથી મદુરાઇ સુધી દૈનિક વિશેષ ટ્રેન દોડવવાની જાહેરાત કરાઇ છે. તમિલ સંગમને લઇને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્રારા રજુઆત કરવામાં આવી હતી જેને રેલવે વિભાગ દ્વારા ધ્યાને લઇને આગામી એપ્રિલ મહિનામાં આ તમામ ટ્રેન શરૂ કરવામાં આવી છે. તમિલ સંગમમાં મદુરાઇથી હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
રેલવે વિભાગ દ્રારા જણાવ્યા અનુસાર મદુરાઇ થી દ્રારકા 19 એપ્રિલથી 29 એપ્રિલ સુધી દૈનિક ટ્રેન ઉપડશે જ્યારે મદુરાઇ વેરાવળ 14 એપ્રિલથી 23 એપ્રિલ સુધી ટ્રેન ઉપડશે આ ટ્રેન રાજકોટ,સુરેન્દ્રનગર,અમદાવાદ,વડોદરા સુરત નંદુબાર થઇને પુણે અને ચૈન્નઇ સહિતના સ્ટેશન પર સ્ટોપ કરશે.
સૌરાષ્ટ્ર અને તમિલનાડુમાં રહેતા મૂળ નિવાસી સૌરાષ્ટ્રીયન લોકો વર્ષો બાદ તેના વતન તરફ આવી રહ્યા છે. ત્યારે આ તમામને આવકારવા માટે રાજ્ય સરકાર દ્રારા સોમનાથ ખાતે તમિલ સંગમના ભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. 17 એપ્રિલના રોજ પ્રવાસીઓની પ્રથમ સમુહ વેરાવળ રેલવે સ્ટેશન પર આવી પહોંચશે જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત થશે. સોમનાથ મંદિરમાં પુજા અર્ચન, લાઇટ એન્ડ સાઉન્ડ શો તથા મ્યુઝિયમની મુલાકાત લેશે ત્યારબાદ બે દિવસ દ્રારકા પ્રદેશની મુલાકાત લેશે. આ કાર્યક્રમને ધ્યાને રાખીને રાજ્ય સરકાર તડામાર તૈયારીઓ હાલ કરી રહ્યુ છે.
આ પણ વાંચો : તમિલ સંગમની પ્રથમ બેચ સોમનાથના કરશે દર્શન, સોમનાથ મંદિર ખાતે યોજાનારા ડ્રોન શો સહિતના વિવિધ કાર્યક્રમની તૈયારીઓ શરૂ
આ સાથે ભારતીય રેલ ઉનાળામાં સ્પેશ્યલ ટ્રેનો દોડાવવા જય રહી છે. જેમાં આ રજાઓમાં મહારાષ્ટ્રના મુંબઈ-પુણે જેવા શહેરોમાંથી તેમના વતન ગામ જતાં હોય છે . તેમાંથી સૌથી વધુ લોકો ઉત્તર પ્રદેશ અને બિહારમાં જાય છે. આવી સ્થિતિમાં ટ્રેનોમાં રિઝર્વેશન મેળવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તેથી જ ભારતીય રેલવે દ્વારા દર વર્ષે નિયમિત ટ્રેનો સિવાય કેટલીક વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવે છે. બોલચાલની ભાષામાં આને સમર સ્પેશિયલ ટ્રેનો કહેવામાં આવે છે. આ વખતે પણ 12 એપ્રિલ (બુધવાર) થી ઘણી વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…