ગુજરાતના યાત્રાધામ દ્વારકામાં(Dwarka)જગત મંદિરમાં ઉજવાતા ફૂલડોલ મહોત્સવને(Fuldol Mahotsav)હવે ગણતરીની કલાકો બાકી રહ્યા છે ત્યારે આ મહોત્સવમાં સામેલ થવા માટે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દ્રારકા પહોંચી રહ્યા છે.યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફુલડોલ મહોત્સવનું અનેરું મહત્વ હોઈ સમગ્ર રાજ્ય માંથી મોટી સંખ્યામાં ભક્તો કાળીયા ઠાકોર ની સાથે રંગે રમવા ફુલડોલ મહોત્સવ દરમ્યાન પગપાળા આવી રહયા છે.સમગ્ર રાજ્ય માંથી દૂર દૂર થી બાળકો થી માંડી યુવાનો તેમજ વૃધ્ધાઓ પણ કાન્હા સંગ હોળી(Holi 2022)રમવા પગપાળા આવી રહ્યા છે .ત્યારે દ્વારકા ની હર એક ગલીઓ કૃષ્ણ ભક્તો છલકાય રહી છે ત્યારે લાખો ની સંખ્યા માં આવતા યાત્રિકો ને કૃષ્ણ ભક્તિ માં કોઈ ખલેલ ના પહોંચે તે માટે તંત્ર દ્વારા તેમજ સેવા ભાવિ લોકો દ્વારા અનેક સેવા કેમ્પો નાખવામાં આવ્યા છે.
ત્યારે દૂર દૂર થી પગપાળા આવતા ભક્તો નો ને સેવા કેમ્પમાં છે ચા, નાસ્તો,જમવાનું તેમજ આરામ કરવા માટેની તેમજ નાહવા ધોવાની સંપૂર્ણ સગવડ આપવામાં આવે છે. જ્યારે પગપાળા આવેલ શ્રદ્ધાળુને મેડિકલ સગવડ પણ કેમ્પોમાં આપવા આવી રહી છે. જ્યારે યાત્રાળુનો થાક ઉતારવા અહીં ડીજે ના તાલ પર દ્વારકાધીશના રાસ ગરબા પણ ચાલુ છે ત્યારે દ્રારકા આવતા તમામ માર્ગો પર દ્વારકાધીશના નાદ ગુંજી રહ્યો છે .
ધુળેટીના પર્વ પર દ્રારકામાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં લાખોની સંખ્યમાં ભક્તો લાભ લે છે ત્યારે તંત્ર દ્વારા સુરક્ષાની પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવી છે. ફુલડોલ ઉત્સવ દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો યાત્રાધામ દ્વારકા ખાતે પધારતા હોઈ દ્વારકાધીશ મંદિર ની સુરક્ષા માં વધારો કરાયો છે તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુસર દ્વારકાધીશ મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. જ્યારે સમુદ્ર કાઠે આવેલા પવિત્ર દ્વારકાધીશ મંદિર આસ પાસના સમુદ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
યાત્રાધામ દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ માટે ખાસ 1 એ.એસ.પી, 5 ડી.વાય.એસ.પી,20 પી.આઇ.,60 પી.એસ આઈ અને 700 જેટલો પોલીસ જવાન સહિત 1400 જેટલા કુલ એસ.આર.ડી, જી.આર. ડી.સહિતના જવાનોનો કાફલો દ્વારકા ખાતે તૈનાત કરવામાં આવ્યો છે. દ્વારકામાં બે વર્ષ બાદ હોળી ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાય રહ્યો હોય ત્યારે ભક્તોની ભીડ વધવાની શક્યતા છે જેને લઇને તંત્ર દ્વારા દર્શન માટે ભીડ ન થાય તે માટે મંડપો અને બેરીકેટ મુકવામાં આવ્યા છે. તેમજ પાર્કિંગ એરિયાથી મંદિર સુધી મંડપો લગાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે
આ પણ વાંચો : Surat : શહેરની 131 શાળાઓમાં 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ અભિયાન શરૂ
આ પણ વાંચો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુજરાતમાં 12થી 14 વર્ષના કિશોર માટેના રસીકરણનો કરાવ્યો પ્રારંભ
Published On - 6:42 pm, Wed, 16 March 22