Dwarka :કોંગ્રેસની ચિંતન શિબિરમાં પ્રદેશ પ્રમુખની સાફ વાત, કામ કરવાવાળાને જ સંગઠનમા સારી જગ્યાએ સ્થાન મળશે

|

Feb 26, 2022 | 7:53 PM

ત્રણ દિવસની શિબિરમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય, મહિલા સુરક્ષા, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટ્રાચાર, આર્થિક બાબત જેવા 18 વિષયની ગહન ચર્ચા અને સમૂહ ચર્ચા ના માધ્યમ થી 2022નો રસ્તો તૈયાર થશે. ગુજરાતની ભાજપ સરકારે કોવિડમાં માત્ર 10000 હજાર મૃત્યુ દર્શાવ્યા પણ કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રા ના માધ્યમ સાચો ત્રણ લાખ નો આંકડો બહાર લાવ્યા.

Dwarka :કોંગ્રેસની ચિંતન શિબિરમાં પ્રદેશ પ્રમુખની સાફ વાત, કામ કરવાવાળાને જ સંગઠનમા સારી જગ્યાએ સ્થાન મળશે
Gujarat Congress President Jagdish Thakor At Dwarka Chintan Shibir

Follow us on

દ્વારકા(Dwarka)  ખાતે કોંગ્રેસની(Congress) ચિંતન શિબિરના બીજા દિવસે શિબિરાર્થીઓને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે(Jagdish Thakor)  જણાવ્યું હતું કે, કોંગ્રેસનો કાર્યકર્તા જે ગુજરાત ની જનતા માટે લડતો હશે તે તેનો બાયોડેટા હશે સાથે વિશ્વાસ દર્શાવ્યો કે જેને જવું હોય તે જાય પણ માત્ર કામ કરવાવાળાને જ સંગઠન માં સારી જગ્યા એ સ્થાન મળશે. ત્રણ દિવસની શિબિરમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય, મહિલા સુરક્ષા, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટ્રાચાર, આર્થિક બાબત જેવા 18 વિષયની ગહન ચર્ચા અને સમૂહ ચર્ચા ના માધ્યમ થી 2022નો રસ્તો તૈયાર થશે. ગુજરાતની ભાજપ સરકારે કોવિડમાં માત્ર 10000 હજાર મૃત્યુ દર્શાવ્યા પણ કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રા ના માધ્યમ સાચો ત્રણ લાખ નો આંકડો બહાર લાવ્યા. સુપ્રિમકોર્ટની ફટકાર બાદ ભાજપ સરકારની કોવિડમાં મોતના આંકડા છુપાવવાના ખેલની પોલ ખુલ્લી પડી ગઈ છતાં ભાજપ સરકાર હજુ પણ કોવિડમાં જીવ ગુમાવનારના પરિવારોને ન્યાય અને સહાય ચુકવવામાં વિલંબ કરી રહી છે.

ધોળે દિવસે કાળજુ કંપાવી દે તેવી ઘટનાઓ વારંવાર સામે આવી

ભાજપ સરકારમાં કાયદો – વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ અને ખાસ કરીને બહેન – દિકરીઓ પર તાજેતરમાં થયેલી હત્યા, દુષ્કર્મ અંગે તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપ સરકારના મોડલમાં બહેન – દિકરીઓ અસલામત છે. ધોળે દિવસે કાળજુ કંપાવી દે તેવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. છતાં સરકારનું પેટનું પાણી હાલતુ નથી. સરકારી તિજોરીના નાણાંથી ભાજપ સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે પણ હકિકત રોજ નજર સામે આવી રહી છે.

ગુજરાતના સામાન્ય, મધ્યમવર્ગના યુવાનોમાં નિરાશા વ્યાપી

સુરતમાં દિકરીની કરપીણ હત્યા, તો ધોરાજીમાં નાક કાપવાની ક્રૂર ઘટના કે ગાંધીનગર પાસે બળાત્કાર અને છરી મારવાની ઘટના સામે “મેં લડકી હું લડ સકતી હું” નારાને ગુજરાતમાં ચરિતાર્થ કરવાની કોંગ્રેસના માધ્યમ થી વાત કરી હતી. ગુજરાતમાં સરકારી ભરતીમાં મોટા પાયે કૌભાંડ, વારંવાર પેપર ફૂટવાની ઘટના, મેરીટમાં ગોલમાલથી ગુજરાતના લાખો યુવાનોની જીંદગી સાથે ભાજપ સરકાર રમત રમી – છેતરપીંડી કરી રહી છે. સરકારી નોકરીઓની ભરતી પરીક્ષામાં વારંવાર કૌભાંડોના કારણે ગુજરાતના સામાન્ય, મધ્યમવર્ગના યુવાનોમાં નિરાશા વ્યાપી છે અને ભાજપ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઉમેદવારોની પસંદગી માટે વિવિધ માપદંડો સાથે ઝડપી પ્રક્રિયા હાથ ધરાશે

ગુજરાતના કોંગ્રેસ સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ મંત્રી  રઘુ શર્માએ શિબિરને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં ૬૫ ટકા યુવા વર્ગ છે ત્યારે કોંગ્રેસમાં વધુમાં વધુ યુવાનોને જોડવા માટે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમ અને સંગઠનમાં પણ વિશેષ સ્થાન આપીને યુવા શક્તિને જોમ – જુસ્સા સાથે ભાજપ સરકારની ખોટી નીતિઓ સામે લડતમાં જોડવાના છીએ. ચૂંટણી લડવાની ઢબ બદલી ઉમેદવારોની પસંદગી માટે વિવિધ માપદંડો સાથે ઝડપી પ્રક્રિયા હાથ ધરાશે. ઉમેદવારોની પસંદગી અંગે જીતની શક્યતાની સાથોસાથ પક્ષના વિવિધ કાર્યક્રમોમાં આપેલા યોગદાનોને, પક્ષની વિચારધારા માટે લડત અને જનતા માટે કરેલા કાર્યોને પ્રાથમિકતા અપાશે.

કોંગ્રેસના દરેક કાર્યકર આગેવાનોએ લોકોની વચ્ચે જઈને સત્યવાત રજુ કરશે

સંગઠનમાં અનુશાસન આવે તેના માટે કડક નિર્ણયો સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓનો પક્ષ છે. કોંગ્રેસના કાર્યકરો જે હિંમતભેર લડાઈ લડી શકે તેમને જ પદાધિકારી તરીકેની જવાબદારી સોંપાશે તે વાત દ્વારકા ચિંતન શિબિરમાં સમગ્ર રાજ્યના શિબિરાર્થીઓ સમક્ષ મૂકી હતી.વિધાનસભા માં કોંગ્રેસ પક્ષ ના નેતા સુખરામભાઈ રાઠવા દ્વારા આભાર ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડૂતો, ખેતમજદુરો અને આદિવાસી સમાજ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. રાજ્યના ખેડૂત, ખેતી અને ગામડાને બરબાર કરવાની નીતિ ભાજપ સરકાર અખત્યાર કરી રહી છે ત્યારે કોંગ્રેસના દરેક કાર્યકર આગેવાનોએ લોકોની વચ્ચે જઈને સત્યવાત રજુ કરવી પડશે અને ભાજપ સરકારના જુઠ્ઠાણાને ખુલ્લા પાડવા પડશે.

દ્વારકા ખાતે આયોજીત ચિંતન શિબિરમાં અંતિમ દિવસે 27 ફેબ્રુઆરીના રોજ રાજ્યના પ્રવર્તમાન સમસ્યાઓ, ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને કોંગ્રેસ પક્ષના અભિગમ અંગે દ્વારકા ડેકલેરેશન – રોડમેપ રજુ કરવામાં આવશે.

આ પણ  વાંચો : Junagadh: ભવનાથમાં શિવરાત્રીના મેળામાં જનમેદની ઉમટી પડી, રવિવારે ભારે ભીડ થવાની સંભાવના

આ પણ  વાંચો : Amul ડેરીમાં માં સફેદ દુધના વહીવટ માટે કાળો કકળાટ, રામસિંહ પરમાર અને પપ્પુ પાઠક સામ સામે

 

Published On - 7:49 pm, Sat, 26 February 22

Next Article