Devbhumi Dwarka: પ્રાકૃતિક ખેતીના માધ્યમથી શાકભાજી ઉગાડતા હાપીવાડી ગામના ખેડુત

|

Jun 24, 2022 | 9:47 AM

મહેન્દ્ર કણજારીયા છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી (Agriculture)કરી રહ્યા છે. સાડા ચાર વિઘા જમીનમાં શાકભાજી અને મગફળીનુ પ્રાકૃતિક રીતે વાવેતર કરે છે.

Devbhumi Dwarka: પ્રાકૃતિક ખેતીના માધ્યમથી શાકભાજી ઉગાડતા હાપીવાડી ગામના ખેડુત
પ્રાકૃતિક ખેતીના માધ્યમથી શાકભાજી ઉગાડતા હાપીવાડી ગામના ખેડુત

Follow us on

Devbhumi Dwarka:ભારત દેશ સદીઓથી ખેતી (Agriculture)સાથે સંકળાયેલો દેશ છે. આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે અને આજના આ ટેકનોલોજીના યુગમાં ખેડુતો (Farmers) આધુનિક ટેક્નોલોજી અપનાવવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. રસાયણોથી દુર રહી કુદરતી પાકનુ ઉત્પાદન કરી ગ્રાહકો સુધી પહોંચાડી કમાણી કરી રહ્યા છે. ખંભાળીયા તાલુકાના હાપીવાડી ગામના ખેડુત મહેન્દ્રભાઇ કણજારીયા પ્રાકૃતિક ખેતી કરી શાકભાજીનુ વાવેતર કરી આર્થિક રીતે પગભર બન્યા છે.

મહેન્દ્ર કણજારીયા છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સાડા ચાર વિઘા જમીનમાં શાકભાજી અને મગફળીનુ પ્રાકૃતિક રીતે વાવેતર કરે છે. શીયાળુ અને ચોમાસુ એમ બે ઋતુ દરમિયાન પાક લઇ વર્ષે બેથી અઢી લાખની કમાણી કરી રહ્યા છે. પહેલા રસાયણના ઉપયોગથી ખેતી કરતા હતો. આ પ્રકારની ખેતીથી જમીન અને આરોગ્ય બંનેને નુકશાન પહોંચી રહ્યુ હતુ. જેથી પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો વિચાર આવ્યો અને એ જ વિચારને અમલી બનાવ્યો.

પ્રાકૃતિક ખેતીની સાથે સાથે કુદરતી ખાતર જીવામૃત, પંચગવ્ય પણ જાતે જ બનાવે છે. જેથી વધુ પ્રમાણમાં ખર્ચ થતો નથી. જીવામૃત અને પંચગવ્ય જેવા કુદરતી ખાતર બનાવતી વખતે ઉપયોગમાં લેવામાં આવતા ગાયના છાણ અને ગૌમુત્રથી જમીનની અંદર શુષુપ્ત અવસ્થામાં રહેલા અળશિયા જમીનના ઉપરના સ્થળ પર આવી જાય છે અને જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

પ્રાકૃતિક રીતે ઉગાડેલા આ શાકભાજી જામનગર અને ખંભાળિયામાં વેચાણ કરીને સારી આવક મેળવે છે. આ ઉપરાંત આ જ રીતથી બટાકાનુ વાવેતર પણ કર્યુ હતું ૨૫૦ કિલો બટાકા વાવ્યા હતા તેમાં પણ ખેડુતને સારો ફાયદો થયો હતો. અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અંગે અનુરોધ કરે છે.

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવી રહ્યુ છે. ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી મંડળીઓની રચના કરવા પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને ૧૦ પ્રાકૃતિક ખેતી મંડળીઓની રચના કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો જે પૈકી ૪ મંડળીઓની રચના કરી દેવામાં આવી છે.

Next Article