Devbhoomi Dwarka: શિવરાજ પુર બીચ ઉપર જતા સહેલાણીઓ નહીં માણી શકે દરિયામાં ન્હાવાનો આનંદ

|

Aug 10, 2022 | 10:02 PM

બ્લૂ ફ્લેગ બીચને (blue falg beach) દુનિયાના સૌથી સ્વચ્છ બીચ માનવામાં આવે છે. શિવરાજપુર ગુજરાતનો પહેલો એવો બીચ છે, જેને આ પ્રકારની ઓળખ મળી છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચને પણ આવા આઠ બીચમાં સ્થાન મળ્યું છે.

Devbhoomi Dwarka: શિવરાજ પુર બીચ ઉપર જતા સહેલાણીઓ નહીં માણી શકે દરિયામાં ન્હાવાનો આનંદ
Tourists going up to Shivraj Pur Beach cannot enjoy a dip in the sea

Follow us on

દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લાનો શિવરાજ પુર (Shivrajpur beach) બીચ ફરવા માટે  ફેવરિટ  ડેસ્ટિનેશન છે અને  હાલમાં રજાઓની સિઝન ચાલી રહી છે, ત્યારે લોકો વિવિધ જગ્યાઓએ ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતનો શિવરાજ પુર સહેલાણીઓ માટે મોસ્ટ ફેરવરિટ બની ગયેલો છે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો શિવરાજ પુર બીચ બ્લૂ ફ્લેગ બીચ  (blue flag beach) છે. તેનું પાણી અને સ્વચ્છ દરિયા કિનારો એ તેની ખાસિયત છે ત્યારે હાલમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલું છે કે દ્વારકાના શિવરાજપુર બીચ પર 31 ઓગસ્ટ સુધી લોકોને ન્હાવા, સ્વિમિંગ કરવા તથા બિચ પર વાહનોની અવરજવર તથા કચરો ફેંકવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.

મોટી સંખ્યામાં આવે છે પ્રવાસીઓ

દ્વારકાના શિવરાજપુરના બ્લ્યુ ફ્લેગ બીચ પર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે બીચની સ્વચ્છતા જળવાઈ રહે તે પણ જરૂરી છે. તેમજ ચોમાસાની સિઝનમાં સહેલાણીઓની સલામતી માટે શિવરાજપુર બીચ પર ઉપર લાઇટ હાઉસ સર્વે નં. 58થી શિવરાજપુર બીચના ખાડી 2 પોઈન્ટના છેડા સુધી, 5 કિલોમીટર સુધીની લંબાઈનો દરિયાકાંઠાનો વિસ્તારમાં તમામ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને ન્હાવા સ્વિમીંગ કરવા પર પ્લાસ્ટીકના ઉપયોગ, વપરાશ, વાહનોની અવર જવર, કચરો ફેંકવા તેમજ કેમ્પેઈન કરવા તા.31.08.22 સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાના ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ 188 અન્વયે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

શું હોય છે બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન?

બ્લૂ ફ્લેગ બીચને (blue falg beach) દુનિયાના સૌથી સ્વચ્છ બીચ માનવામાં આવે છે. આ વિશ્વનું સૌથી માન્ય વોલન્ટરી ઈકો લેબલ છે. બ્લૂ ફ્લેગ લેબલ મેળવવા માટે પર્યાવરણીય, શૈક્ષણિક, સુરક્ષા અને સુગમતાના અનેક માપદંડોની ચકાસણી કરવામાં આવે છે. આ સર્ટિફિકેટ ફાઉન્ડેશન ફોર એન્વાયરન્મેન્ટલ એજ્યુકેશન નામની બિનસરકારી ઈન્ટરનેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા અપાય છે. શિવરાજપુર ગુજરાતનો પહેલો એવો બીચ છે જેને આ પ્રકારની ઓળખ મળી છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચને પણ  આવા આઠ બીચમાં સ્થાન મળ્યું છે.

Next Article