Devbhoomi Dwarka: ખંભાળિયામાં ખેતીવાડી, પશુપાલન, બાગાયત અને “આત્મા” પ્રોજેકટની સયુંકત મિટિંગનું આયોજન

|

May 09, 2022 | 7:39 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લાના (Devbhoomi Dwarka District) ખંભાળિયા સ્થિત જિલ્લા પંચાયત કચેરી ખાતે અહીંના જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ગઈકાલે ખેતીવાડી, પશુપાલન, બાગાયત અને "આત્મા" પ્રોજેકટની સયુંકત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Devbhoomi Dwarka: ખંભાળિયામાં ખેતીવાડી, પશુપાલન, બાગાયત અને આત્મા પ્રોજેકટની સયુંકત મિટિંગનું આયોજન
પ્રતિકાત્મક તસવીર

Follow us on

દેવભૂમિ દ્વારકા જિલ્લાના (Devbhoomi Dwarka District) ખંભાળિયા સ્થિત જિલ્લા પંચાયત કચેરી ખાતે અહીંના જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ગઈકાલે ખેતીવાડી, પશુપાલન, બાગાયત અને “આત્મા” પ્રોજેકટની સયુંકત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આત્મા ખેડૂત મિત્ર અને સંયોજકોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ કઈ રીતે વધારી શકાય તે અંગે પણ વાત કરવામાં આવી હતી.

આ મિટિંગ અંતર્ગત જિલ્લા કલેકટર (District Collector) અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉપસ્થિત અન્ય અધિકારીઓ તેમજ આત્મા ખેડૂત મિત્ર અને સંયોજકને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડ્રગ્સકાંડનો ફરાર આરોપી ઝડપાયો

ડ્રગ્સકાંડનો ફરાર આરોપી ઝડપાઈ ગયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હનીફ હબીબ સોઢા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ આરોપીની SOGએ ધરપકડ કરી છે. દ્વારકા ડ્રગ્સકાંડમાં નામ ખુલતા આરોપી ફરાર થઈ ગયો હતો. હાલ આરોપીને પકડીને આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મહત્વનું છે કે, અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ પરથી 80 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપાયું હતું. થોડા દીવસો પહેલા ઝડપાયેલા ડ્રગ્સના કેસમાં ડીઆરઆઇના (DIR) ડીજીપી તપાસ માટે પહોંચ્યા હતા. તેમજ ડ્રગ્સ લાવવાની મોડસ ઓપરેન્ડી જાણવા માટે ડીઆરઆઇએ તપાસ હાથ ધરી હતી. સુતરની દોરીમાં ડ્રગ્સ લગાવી ઘુસાડવાની ઘટનાને લઈ ઉચ્ચ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા. હાલ આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ડ્રગ્સ મામલે ઉંડાણપૂર્વક તપાસની માગ કરી રહ્યા છે. રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો. હજુ પણ એજન્સીઓ ગંભીરતા પૂર્વક ઉંડી તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, તાલુકા, શહેર, ગામડા સુધી ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રની તપાસ થવી જોઈએ.

Next Article