દેવભૂમિ દ્વારકા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિવરાજ પુર બીચ ખાતે વિવિધ પ્રોજેક્ટની કરી સમીક્ષા, પ્રવાસીઓને સુવિધા મળે તે અંગે કર્યાં સૂચનો

|

Jul 22, 2022 | 8:13 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  ((CM Bhupendra patel) દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત શિવરાજ પુર બીચમાં પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઈ રહેલા ફેઝ 1 પ્રવાસન-યાત્રી સુવિધાના કામોની પ્રગતિનું જાતનિરીક્ષણ કર્યુ હતું. 

દેવભૂમિ દ્વારકા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિવરાજ પુર બીચ ખાતે વિવિધ પ્રોજેક્ટની કરી સમીક્ષા, પ્રવાસીઓને સુવિધા મળે તે અંગે કર્યાં સૂચનો
Chief Minister Bhupendra Patel inspected the working of tourist facility projects

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) દેવભૂમિ દ્વારકાની મુલાકાત લીધી હતી અને જગત મંદિર ખાતે દ્વારિકાધીશના ચરણોમાં  શીશ ઝૂકાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના  કર્યા બાદ શિવરાજ પુર (Shivrajpur beach) બીચ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે દ્વારકા નજીક વિકસી રહેલા  શિવરાજ પુરમાં આવેલા ટૂરિસ્ટ ફેસિલિટી પ્રોજેક્ટસની કામગીરી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  (CM Bhupendra patel) દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત શિવરાજ પુર બીચમાં પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઈ રહેલા ફેઝ 1 પ્રવાસન-યાત્રી સુવિધાના કામોની પ્રગતિનું જાતનિરીક્ષણ કર્યુ હતું.

તેમણે શિવરાજપૂર ખાતે અંદાજે રૂ.23.43 કરોડના ખર્ચે ફેઇઝ-1 અંતર્ગત અરાઈવલ પ્લાઝા, સાઇકલ ટ્રેક, પ્રોમોનેડ, પાથ-વે, પીવાના પાણી, ટોઇલેટ બ્લોક સુવિધા વગેરેના જે કામો હાથ ધરાવાના છે તે પૈકીના પ્રગતિ હેઠળના કામોની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. પ્રવાસન વિભાગ દ્વારા શિવરાજ પુર બીચ ખાતે બે ફેઇઝમાં અંદાજે રૂપિયા 135 કરોડના કામો સાથે આ પ્રોજેક્ટ્સ હાથ ધરાઈ રહ્યા છે.

આ પણ વાંચો

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટૂરિસ્ટ ફેસિલિટી પ્રોજેક્ટ્સની કામગીરીનું કર્યું નિરીક્ષણ

હાલમાં શિવરાજુપર બીચ ખાતે રૂપિયા 23.43 કરોડના પ્રથમ ફેઈઝના પ્રોજેક્ટની 56 ટકા કામગીરી પૂર્ણ  થઈ ચૂકી છે અને  હાઈ વેથી શિવરાજપૂર પહોંચવાના માર્ગની કામગીરી પણ મુખ્યમંત્રીએ નિહાળી હતી. આ માર્ગની 49 ટકા કામગીરી પૂર્ણ થઈ હતી. નોંધનીય છે કે પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાને રાખીને બ્લ્યૂ ફલેગના વૈશ્વિક ધોરણો અન્વયે શિવરાજ પુર બીચને પ્રવાસન વિભાગ વિકસિત કરી રહ્યો છે. પ્રવાસન સચિવ હારિત શુકલાએ આ તકે મુખ્યમંત્રીને શિવરાજ પુર ડેવલપમેન્ટની વિગતો આપતાં કહ્યું કે ફેઈઝ1 ના કામો પૈકી 56 ટકા કામો પૂર્ણ થઈ ગયા છે અને સમગ્ર  પ્રવાસન સુવિધાના કુલ અંદાજે 135 કરોડના વિવિધ કામો શિવરાજ પુરમાં હાથ ધરવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામો વેળાસર પૂર્ણ કરી પ્રવાસીઓને પુરતી સુવિધા મળી રહે તે માટેના પ્રેરક સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય પ્રોજેક્ટનું પણ કર્યું નિરિક્ષણ

  • શિવરાજ પુર ખાતે ફેઈઝ-2 માં 17 જેટલા વિવિધ ટુરિસ્ટ ફેસેલીટીઝના રૂપિયા 71.80 કરોડની કિંમતના કામોની વિગતો પણ પ્રવાસન સચિવે મુખ્યમંત્રીને આપી હતી.
  • ભૂપેન્દ્ર પટેલે હાઇ-વે થી શિવરાજપૂર પહોંચવા માટેના રોડની માર્ગ-મકાન વિભાગ દ્વારા થઇ રહેલી કામગીરી પણ નિહાળી હતી.
  • પ્રવાસન વિભાગે આ રોડ નિર્માણ માટે 40 કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગને ફાળવેલા છે તથા આ રોડનું 49 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે
  • મુખ્યમંત્રીની આ નિરીક્ષણ મુલાકાત દરમ્યાન અગ્રણીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટોરી  ઇનપુટ્ ક્રેડિટ: સચિન પાટીલ

Next Article