દેવભૂમિ દ્વારકા : ભાણવડ નગરપાલિકાના ચીફ ઓફિસરે પોલીસ રક્ષણ માગતા રાજકારણ ગરમાયું

|

Mar 24, 2022 | 7:25 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નગર પાલિકામાં ચીફ ઓફિસરે પોલીસ રક્ષણ માગતા રાજકારણ ગરમાયું, ભાણવડ નગર પાલિકાના પ્રમુખના પતિ અને કારોબારી ચેરમેનના પતિ પર ચીફ ઓફિસર દ્વારા આક્ષેપ કરવામાં આવતા હવે આરોપ પ્રત્યારોપ થઇ રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા : ભાણવડ નગરપાલિકાના ચીફ ઓફિસરે પોલીસ રક્ષણ માગતા રાજકારણ ગરમાયું
Devbhoomi Dwarka: Bhanwad municipality chief officer seeks police protection

Follow us on

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નગર પાલિકાના (Bhanwad Municipality)ચીફ ઓફિસર (Chief officer)દ્વારા પોલીસ રક્ષણની(Police protection) માગ કરતા જ ભાણવડ નગરપાલિકાના રાજકારણમા (Politics) ગરમાવો આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ શાસિત ભાણવડ નગર પાલિકામા તાજેતરમા જ યોજાયેલ મધ્ય સત્ર ચૂંટણીમા કુલ 24 બેઠક પૈકી કોંગ્રેસને 16 બેઠક જ્યારે ભાજપને 8 બેઠક મળી હતી. અને કોંગ્રેસ દ્વારા ભાજપ પાસેથી નગર પાલિકા આંચકી લીધી હતી. અને જીગ્નાબેન જોશીની પ્રમુખ તરીકે વરણી થઈ હતી. બાદમા તાજેતરમા જ જાહેરાત હિતની બદલીઓ થતા ચીફ ઓફિસર મયુર જોશી ફરી એકવાર ભાણવડ નગરપાલિકા ખાતે બદલી થતા તેમને ચાર્જ સાંભળ્યો હતો.

અને છેલ્લા અઠેક દિવસથી ચીફ ઓફિસર દ્વારા પાલિકાના પ્રમુખના પતિ અને કારોબારી ચેરમેનના પતિ દ્વારા કર્મચારીઓ પાસે કામ કરાવવા જતા હોય, વહીવટી પ્રક્રિયામાં વિક્ષેપ કરતા હોય તથા આ બંને પાલિકાની અંદર આવી વહીવટી ફાઈલો જોતા હોય છે. જે વહીવટી દ્રષ્ટિએ યોગ્ય ન હોવાના કારણે સૂચન આપવામાં આવ્યું હતું. જે સૂચન બાદ પણ આ પ્રક્રિયાઓ બંધ ન થતા ચીફ ઓફિસર દ્વારા આ બંને વ્યક્તિ કોઈ કામ ધંધો ન કરતા હોવાનું ફલિત થતા અને બંને ઈસમો જે કામ કરે છે તે સરકારી ફરજને રુકાવટ ફલિત થતું હોય અને ધારાસભ્ય વિક્રમ માડમની છત્રછાયા નીચે રહેતા બંને પદાધિકારીના પતિઓ પર ધારાસભ્યના આશીર્વાદ છે તેવા આક્ષેપ સાથે ભાણવડના ચીફ ઓફિસર દ્વારા તેમના ઉચ્ચ અધિકારી સહિત જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા પાસે પોલીસ રક્ષણની માગ કરી છે.

ત્યારે કોંગ્રેસના નેતા અને પાલિકા પ્રમુખના પતિએ પણ ચીફ ઓફિસર પર આક્ષેપ કર્યા છે કે અગાઉ પણ આ ચીફ ઓફિસર દ્વારા પોલીસ રક્ષણની માગ કરી હતી. ત્યારે ભાજપનું શાસન હતું અને આ ચીફ ઓફિસર અગાઉ પણ કર્મચારીનો ભોગ લઇ ચુક્યા છે. સાથેસાથે કોઈપણ જગ્યાએ વધુ સમય તેમને ફરજ બજાવી નથી. અને વિકાસના કાર્યમા અડચણ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના નિવેદન આપે છે. અને બદનામ કરવાનું કાવતરું કરે છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસના સમયે ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હોય ત્યારે બંને પક્ષ સત્તામા હોય તો કેમ પોલીસ રક્ષણની જરૂર પડે તે પણ એક મોટો સવાલ ચીફ ઓફિસર સામે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

બીજી તરફ પોલીસ રક્ષણ મેળવવા માટે રજુઆત કરતા ચીફ ઓફિસરે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિ તેમની પ્રજાના કામ કરવા માટે પ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનના પતિ કર્મચારીઓ પાસે કામ કરાવવા જતા હોઈ ત્યારે કર્મચારી પાસેથી કામ કઢાવતા પદાધિકારીઓનું આ વર્તન ચીફ ઓફિસરને પસંદ ન હોઈ ત્યારે પોલીસ રક્ષણ માંગતા મયુર જોશીના આ પ્રકારના વર્તનના કારણે શું પ્રજાને સહન કરવાનું જ આવશે કે પછી ભાજપ પાસેથી સત્તા આંચકી લેતા કોંગ્રેસ સામે હવે લોકોના કામ કરવાનો મોકો મળ્યો પણ ચીફ ઓફિસરના આક્ષેપના કારણે લોકોના વિકાસના કાર્યોમાં અડચણ થશે કે પછી વિકાસના કાર્યો થતા જ રહેશે. એ હવે આવનાર સમય જ બતાવશે.

આ પણ વાંચો : Bhavnagar: આરોગ્ય વિભાગ દ્વારા દવાની ખરીદીના હિસાબમાં ગોટાળો, સ્ટેન્ડિગ કમિટિના ચેરમેને આપ્યા તપાસના આદેશ

આ પણ વાંચો : Rajkot : ખાનગી હોસ્પિટલમાં દર્દીના સગાંએ ડોક્ટરને લાફા માર્યા , પોલીસ 3 લોકોની ધરપકડ કરી

Next Article