Devbhoomi Dwarka: શિવરાજપુર બીચ ખાતે સીએમ રૂપાણી વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે

|

Jan 20, 2021 | 11:21 AM

Devbhoomi Dwarka: સીએમ વિજય રૂપાણી આજે શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે.

Devbhoomi Dwarka: શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળતા જ, હવે તેના વિકાસ માટે સરકાર એક્શનમાં આવી ગઈ છે. સીએમ વિજય રૂપાણી આજે શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે. રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા પ્રથમ તબક્કામાં 20 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેમાં અરાઇવલ પ્લાઝા, સાયકલ ટ્રેક, પ્રવાસી સુવિધા કેન્દ્ર, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોયલેટ બ્લોક જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. દ્વારકાથી 11 કિલોમીટર અંતરે આવેલા શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો અપાયો છે. બ્લુ ફલેગ બીચને દુનિયાના સૌથી સ્વચ્છ અને સુંદર બીચ તરીકે માનવામાં આવે છે.

 

Next Video