કોરોનાગ્રસ્ત થયેલા સુરત મનપાના ડેપ્યુટી કમિશનરે પ્લાઝ્મા દાન કરી રક્તદાન કરવા પણ બતાવી તૈયારી

|

Sep 15, 2020 | 9:01 AM

સુરતમાં લોકડાઉનના પહેલા દિવસથી જ સુરત માટે સતત દોડતા રહેલા સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય કોરોનાગ્રસ્ત થયા હતા. જોકે લાંબી સારવાર બાદ સાજા થતા તુરંત જ તેમણે અન્ય દર્દીઓને સાજા કરવા પ્લાઝ્મા દાન કરીને પોતાની નૈતિક ફરજ અદા કરીને અન્ય કર્મચારીઓને મિશાલ પૂરી પાડી હતી. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો […]

કોરોનાગ્રસ્ત થયેલા સુરત મનપાના ડેપ્યુટી કમિશનરે પ્લાઝ્મા દાન કરી રક્તદાન કરવા પણ બતાવી તૈયારી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

સુરતમાં લોકડાઉનના પહેલા દિવસથી જ સુરત માટે સતત દોડતા રહેલા સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય કોરોનાગ્રસ્ત થયા હતા. જોકે લાંબી સારવાર બાદ સાજા થતા તુરંત જ તેમણે અન્ય દર્દીઓને સાજા કરવા પ્લાઝ્મા દાન કરીને પોતાની નૈતિક ફરજ અદા કરીને અન્ય કર્મચારીઓને મિશાલ પૂરી પાડી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

લોકડાઉન દરમિયાનથી જ તેમણે શ્રમિકોને ભોજનથી લઈને શહેરને ડિસઇન્ફેક્શન કરવાની અનેક જવાબદારી લીધી હતી. એન.વી.ઉપાધ્યાય વરાછા ઝોન બીમાં હાલ ફરજ બજાવી રહ્યા છે. 10 જુલાઈએ તેમને તાવના લક્ષણો આવતા 12 જુલાઈએ તેમણે રિપોર્ટ કઢાવતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. ઓક્સિજનની ઉણપ કે અન્ય શારીરિક તકલીફ નહિ જણાતા તેઓ 17 દિવસ હોમ આઇસોલેશનમાં જ રહ્યા હતા. 27 જુલાઈએ તેઓ ફરજ પર પરત ફર્યા હતા. ત્યારે જ તેમણે નક્કી કર્યું હતું જે 28 દિવસ બાદ તેઓ પ્લાઝ્મા ડોનેટ કરશે.

આજે જ્યારે તેમણે સ્મિમેરમાં પ્લાઝ્મા ડોનેટ કર્યું ત્યારે તેમને માલુમ પડ્યું કે શહેરમાં રક્તની પણ અછત છે. તેમણે તૈયારી બતાવી કે પ્લાઝમા ડોનેટ કર્યાના 28 દિવસ બાદ તેઓ ફરી રક્તદાન કરશે. જેથી જરૂરિયાત મંદને રક્ત મળી શકે. તેમણે સુરતીઓને પણ રક્તદાન કરવા અપીલ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article