AHMEDABAD: RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ, હજારો વાલીઓ ફોર્મ ભરવાથી રહ્યા વંચિત

|

Jul 05, 2021 | 7:42 PM

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ મફત પ્રવેશ માટે પડાપડી જોવા મળી રહી છે. કોરોનાની મહામારીને કારણે આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા વાલીઓનો ધસારો વધ્યો છે.

AHMEDABAD: RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ, હજારો વાલીઓ ફોર્મ ભરવાથી રહ્યા વંચિત
RTE ફોર્મ ભરવા લાંબી લાઈન

Follow us on

આરટીઇ હેઠળ પ્રવેશ માટે વાલીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આરટીઇ હેઠળ 30 હજારથી વધુ ફોર્મ ભરાયા છે. કોરોનાને કારણે આરટીઇ હેઠળ ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. આરટીઇ હેઠળ પ્રવેશ માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ આવકના પ્રમાણપત્ર ના મળતાં હજારો વાલીઓ આરટીઇ હેઠળ ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા છે. ત્યારે વાલીઓએ માંગ કરી છે કે ફોર્મ ભરવાની તારીખ એક સપ્તાહ લંબાવવામાં આવે.

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ મફત પ્રવેશ માટે પડાપડી જોવા મળી રહી છે. કોરોનાની મહામારીને કારણે આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા વાલીઓનો ધસારો વધ્યો છે. છેલ્લા બે વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક ફોર્મ ભરાયા છે. ફોર્મ ભરવા માટે આજે છેલ્લો દિવસ હતો. અમદાવાદ શહેરમાં 12600 બેઠકો માટે 30 હજારથી વધુ વાલીઓએ પ્રવેશ માટે ફોર્મ ભર્યા છે. 2019-20માં 21608 ફોર્મ ભરાયા હતા જ્યારે 2020-21માં 23851 ફોર્મ ભરાયા હતા. જેની સામે ચાલુ વર્ષે 30 હજારથી વધુ ફોર્મ ભરાયા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં આવતીકાલથી ફોર્મના વેરીફીકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આવકના દાખલા ના મળતાં અનેક વાલીઓ ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા છે. શહેરના જનસેવા કેન્દ્રો પર આવકના દાખલ કઢાવવા માટે લાંબી લાઈનો લાગી હતી. અનેક ધક્કાઓ ખાવા છતાં વાલીઓને આવકના દાખલા ના મળતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. આવકનું પ્રમાણપત્ર સમયસર ના મળતાં ફોર્મ ભરવાની મુદત વધારવા વાલીઓએ માંગ કરી છે. ફોર્મ ભરવાની મુદત એક અઠવાડીયું વધારવા વાલીઓની માંગ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વાલીઓનો આક્ષેપ છે કે સરકારે ફોર્મ ભરવા માટે 10 દિવસનો જ સમય આપ્યો હતો. 10 દિવસમાં બે દિવસ સુધી વેબસાઈટ બંધ હતી. વાલીઓ આવકના દાખલ માટે પાંચ પાંચ દિવસ ધક્કા ખાય છે છતાં દાખલા મળતાં નથી. જેના કારણે હજારો વાલીઓ ફોર્મ ભરી શક્યા નથી.

 

આ પણ વાંચો: મોંઘવારી મુદ્દે કોંગ્રેસની જન આંદોલનની ચીમકી, આ તારીખથી આ તારીખ સુધી યોજશે સાયકલ યાત્રા

આ પણ વાંચો: NIPUN Bharat Scheme: સ્કૂલના વિદ્યાર્થીઓ માટે લૉન્ચ કરાઇ ‘નિપુણ ભારત યોજના,જાણો શું છે ઉદેશ્ય ?

Next Article