ગુજરાતમાં ઉનાળા વેકેશનના દિવસોમાં વધારો કરવાની માગણી, 10 જૂનના બદલે આ દિવસ સુધી લંબાવવાની માગ

|

Jun 07, 2019 | 6:55 AM

શાળાઓમાં વેકેશન એક અઠવાડીયું લંબાવવાની માગ ઉઠી છે. 10 જુલાઈથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. પરંતુ રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણપ્રધાનને રજૂઆત કરી છે કે 17 જૂન સુધી વેકેશન લંબાવવામાં આવે. સંચાલક મંડળે જેની સામે કારણો આપ્યા છે કે- રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી બાળકોને ભણવામાં મુશ્કેલી પડશે અને અગ્નિકાંડ બાદ […]

ગુજરાતમાં ઉનાળા વેકેશનના દિવસોમાં વધારો કરવાની માગણી, 10 જૂનના બદલે આ દિવસ સુધી લંબાવવાની માગ

Follow us on

શાળાઓમાં વેકેશન એક અઠવાડીયું લંબાવવાની માગ ઉઠી છે. 10 જુલાઈથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. પરંતુ રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણપ્રધાનને રજૂઆત કરી છે કે 17 જૂન સુધી વેકેશન લંબાવવામાં આવે. સંચાલક મંડળે જેની સામે કારણો આપ્યા છે કે- રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી બાળકોને ભણવામાં મુશ્કેલી પડશે અને અગ્નિકાંડ બાદ અનેક શાળાઓના કાચા બિલ્ડિંગો તોડી પડાયા હોવાથી શાળાઓમાં હાલ બેસવાની સમસ્યા સર્જાઈ છે. આ બે કારણોસર વેકેશન લંબાવવાની માગ કરાઈ છે.

TV9 Gujarati

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જો ઉનાળુ વેકેશન લંબાવવામાં આવે તો અભ્યાસના દિવસો પર અસર થાય. જેના કારણે બાળકોનું શિક્ષણ બગડે. આવું ન થાય તે માટે લંબાવાયેલા એક અઠવાડિયાની રજાઓને એપ્રિલ 2020માં સરભર કરવામાં આવે. એટલે કે આગામી વર્ષમાં એક અઠવાડિયું વધારે ભણાવવામાં આવે. જેથી બાળકોના ભણતર પર કોઈ અસર ન પડે. તો બીજી તરફ શાળા પ્રવેશોત્સવને જૂનના ત્રીજા સપ્તાહથી શરૂ કરવાની પણ માગ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે- શાળા સંચાલક મહામંડળની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લામાં રાજ્યકક્ષાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. બેઠકમાં રાજ્ય સરકારમાં પડતર પડેલા શાળા સંચાલકોના પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:24 am, Sun, 2 June 19

Next Article