બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં દારૂગોળામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. ડીસાના દીપક ટ્રેડર્સમાં બ્લાસ્ટના કેસમાં આરોપી દીપક અને ખૂબચંદ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના પગલે હત્યાકાંડના આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થતા 21 લોકોના મૃત્યુ થતા મધ્ય પ્રદેશના કેબિનેટ મિનિસ્ટર ડીસા પહોંચ્યા હતા. નગરસિંહ ચૌહાણે પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. બ્લાસ્ટમાં 21 મૃતકોનું પેનલ પીએમ કરાયું છે. જો કે હજી પણ 2 મૃતદેહની ઓળખાણ થઈ નથી. પરિવારજનોને મૃતદેહો સોંપવાની પ્રક્રિયા શરુ છે. મૃતદેહોને લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ છે. 10 મૃતદેહોને મધ્ય પ્રદેશના દેવાસ માટે રવાના કરાયા છે. હરદા જિલ્લાની ટીમ આવ્યા બાદ ત્યાં મૃતદેહો રવાના કરાશે. ગુજરાત પોલીસ એસ્કોર્ટ સાથે એમ્બ્યુલન્સને મધ્ય પ્રદેશ પહોંચાડશે.
#DeesaFactoryBlastTragedy: Families of the deceased heart-wrenching cries shocks the surroundings #Banaskantha #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/YMONRqv5kP
— Tv9 Gujarati (@tv9gujarati) April 2, 2025
ગુજરાત પોલીસની ટીમ પણ એમ્બ્યુલન્સ સાથે એસ્કોર્ટ માટે રવાના કરાઈ છે. દરેક મૃતકના ઘર સુધી મૃતદેહ પહોંચાડાશે. તો આજે વહેલી સવારે મધ્ય પ્રદેશના કેબિનેટ મિનિસ્ટર નગરસિંહ ચૌહાણ ડીસા સિવિલ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ દુ:ખદ પરિસ્થિતિમાં બન્ને રાજ્યની સરકાર સાથે મળીને કામ કરી રહી છે. પીડિત પરિવારોને ન્યાય મળે અને જવાબદારોને કડક સજા મળે તે જ સૌની માંગ છે.
અગ્નિકાંડ નહીં હત્યાકાંડના આરોપી દીપક અને ખૂબચંદ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગોડાઉનમાં સુરક્ષા સાધનોનો અભાવ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગેરકાયદે ફટાકડા માટે મોટાપાયે વિસ્ફોટક જથ્થો રખાયાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ સા – અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરાયો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110, 125(A )(B), 326 (G) (54) તેમજ એક્સપ્લોઝિવ એક્ટ 9(B)(12) તેમજ એક્સપ્લોઝિવ સસ્પેન્સ એક્ટની કલમ 3(B), 4, 5, 6 મુજબ ફરિયાદ દાખલ કેસની તપાસ માટે SITની રચના કરાઈ છે.
Published On - 11:49 am, Wed, 2 April 25