સાપુતારામાં મહિલાએ પોતાનો અને બાળકનો જીવ બચાવવા ચાલુ કારે લગાવી છલાંગ, વિડીયો વાયરલ

|

Oct 13, 2021 | 10:51 AM

સાપુતારા ટેબલ પોઇન્ટ ઉપર ઘાટ ન ચઢી શકતા કાર પાછી પડી, રિવર્સમાં જતી કારે અન્ય કાર ને પણ અડફેમાં લીધી. ઘટનામાં કોઈને ઇજા નહિ

ડાંગના સાપુતારા ટેબલ પોઇન્ટ નજીક કારનો અકસ્માત થયો હતો. જો કે આ સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. જેમાં આ વિડીઓમાં જોવા જઇએ તો ફિલ્મી સ્ટાઈલના દ્રશ્યો સામે આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં ટેબલ પોઇન્ટ ઉપર ઢાળ ન ચઢી શકતા કાર પાછી આવી હતી. તેમજ નીચે આવી રહેલી અન્ય કારને પણ અડફેટમાં લીધી હતી.

જો કે સમય સૂચકતા વાપરીને ચાલુ કારે મહિલાએ પોતાનો અને  બાળકનો જીવ બચાવવા છલાંગ લગાવી હતી. જો આ કાર અકસ્માતની ઘટનામાં કોઈ ઇજા કે જાનહાની નહોતી થઇ. તેમજ આ દિલધડક અકસ્માતનો લાઇવ વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી, સિઝનનો 96.37 ટકા વરસાદ નોંધાયો

આ પણ વાંચો : અમદાવાદની ખાનગી કંપનીને પુરાતત્વ વિભાગે એનઓસી આપવાના મુદ્દે સીબીઆઇ એકશનમાં, નવ સ્થળે દરોડા પાડયા

Published On - 10:39 am, Wed, 13 October 21

Next Video