AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dang: ડાંગમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, નિયમ ભંગ થતા પોલીસે નેતાઓની કરી અટકાયત

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 4:08 PM
Share

રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણી સામે સરકારની નિષ્ફળતા બતાવવા માટે કોંગ્રેસ દ્વારા વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. જેમાં નિયમોનો ભંગ થતા પોલીસે કોગ્રેંસના નેતાઓની અટકાયત કરી હતી.

ગુજરાતમાં ભાજપ સરકારને (BJP Government) પાંચ વર્ષ પુરા થવાથી વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ કોગ્રેસ દ્વારા આ ઉજવણીનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.

ડાંગમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પદર્શન (Protest) કરવામાં આવ્યું હતું.આ પ્રદર્શનમાં કોંગ્રેસ અગ્રણી અને ભાજપના નેતા પરેશ ધાનાણી જોડાયા હતા. આ પ્રદર્શનમાં કોરોના નિયમોનો ભંગ થતા પોલીસે (Police) કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ દ્વારા પરેશ ધાનાણીની (Paresh Dhanani) અટકાયત કરતા કાર્યકરોએ સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણી સામે સરકારની નિષ્ફળતા બતાવવા માટે કોંગ્રેસ દ્વારા વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. આપને જણાવવું રહ્યું કે, હાલ પોલીસ દ્વારા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસ નેતાઓની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો: VADODRA : શહેરના ત્રણ વોર્ડમાં પીવાના ચોખ્ખા પાણીમાં ગટરનું પાણી ભળ્યું, દુષિત પાણીથી અનેક લોકોની તબિયત બગડી

આ પણ વાંચો: SURAT : વરાછા, લાલ દરવાજા, રામપરા સહિતના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો

g clip-path="url(#clip0_868_265)">