Dang : જંગલમાં આગ લાગવાના બનાવ અને નુકસાન ઘટાડવા વન વિભાગે આ અનોખો પ્રયાસ કર્યો, જાણો વિગતવાર

|

May 16, 2022 | 12:55 PM

ડાંગ જિલ્લામાં દર વર્ષે નાની મોટી આગ લાગતા ખૂબ મોટું નુકસાન થાય છે જેને અટકાવવા માટે વનવિભાગ દ્વારા ઘણાં પ્રયત્નો કરવામાં આવે છે. વનવિભાગની મહેનત સાથે ડાંગ જિલ્લાના યુવાનોએ પોતાની જવાબદારી સમજી સ્થાનકી ડાંગી ભાષમાં ડ્રામાં તૈયાર કર્યો છે

Dang : જંગલમાં આગ લાગવાના બનાવ અને નુકસાન ઘટાડવા વન વિભાગે આ અનોખો પ્રયાસ કર્યો, જાણો વિગતવાર
જંગલમાં દવ ફાટી નીકળવાની ફાઈલ તસ્વીર

Follow us on

ઉનાળાની ગરમીમાં વન વિસ્તારમાં આગ(Forest Fire) લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જંગલમાં લગતી આ આગ પ્રાણીઓ અને મૂલ્યવાન કુદરતી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં સૂકાં ઘાસ અથવા ખરી પડેલા પાંદડાઓમાં તણખલા પડવાથી પણ આગ લાગવની ઘટનાઓ બનતી હોય છે. નાની  ભૂલ ગંભીર પરિણામોનો સામનો કરાવે છે ત્યારે વનવિસ્તારના લોકોમાં જાગૃતિ લાવા માટે ડાંગ(Dang) વનવિભાગ દ્વારા સ્થાનિક ભાષામાં ડ્રામા સાથે જાગૃતિ અને જરૂરી માહિતી પુરી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારમાં લાગતી આગ ને લઈને લોકોમાં જાગૃતિ આવે એ માટે ડાંગ વનવિભાગ દ્વારા એક એક સ્થાનિક ડાંગી ભાષામાં વિડિઓ બનાવવામાં આવ્યો છે જેને સારો પ્રતિસાદ મળતાં લોકો જાગૃત થઈ રહ્યા છે.

પાનખર ઋતુમાં જંગલમાં આગના બનાવો વધુ બને છે

ડાંગનું જંગલ પાનખરમાં સુકુંભઠ બની જાય છે. ચોમાસામાં લીલી ચાદર ઓઢીને લોકોમાં આકર્ષણ જમાવતું આ જંગલ ઉનાળામાં પાનખર સમયે સૂકું થઈ જાય છે. મોટા વૃક્ષો પરથી ખરી પડેલા સૂકા પર્ણમાં ક્યારેક ગરમીને કારણે તો ક્યારેક સ્થાનિકોની નાની ભૂલ ને કારણે આગ લાગે છે. આ આગમાં કુદરતી સંપત્તિ સાથે વન્ય જીવોને પણ નુકશાન પહોંચે છે.

વનના જતનની જવાબદારી નિભાવવા પ્રતિજ્ઞા

ડાંગ જિલ્લામાં દર વર્ષે નાની મોટી આગ લાગતા ખૂબ મોટું નુકસાન થાય છે જેને અટકાવવા માટે વનવિભાગ દ્વારા ઘણાં પ્રયત્નો કરવામાં આવે છે. વનવિભાગની મહેનત સાથે ડાંગ જિલ્લાના યુવાનોએ પોતાની જવાબદારી સમજી સ્થાનકી ડાંગી ભાષમાં ડ્રામાં તૈયાર કર્યો છે જેનો એક વિડીયો પણ બનાવાયો છે. આ ડ્રામામાં એક વ્યક્તિની નાની સરખી બેદરકારી ને કારણે જંગલમાં આગ લાગે છે અને જેના કારણે તેને સજા થાય છે. વનવિભાગના સહયોગથી રમુજી સંવાદ સાથે તૈયાર કરાયેલ ડ્રામામાં ઉત્તર વનવિભાગના અધિકારી પણ સંદેશ આપે છે. આ પ્રયાસનો મુખ્ય હેતુ આગ ને લઈને લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ડાંગ એ સૌથી વધુ જંગલ ધરાવતો જિલ્લો છે અન્ય જંગલો ની જેમ અહીંયા પણ ઉનાળામાં દવ એટલેજે આગ લાગવાના બનાવો વધુ બનતા હોય છે ત્યારે આપણે સૌ આ દવ (આગ ) ન લાગે તેવા પ્રયત્નો કરવા જોઈએ અને જ્યારે દવ લાગે ત્યારે વનવિભાગ દ્વારા તેને બુઝાવવામાં શક્ય મદદ કરવી જોઈએ. દિનેશ રબારી ( ડી.સી.એફ – ઉત્તર ડાંગ વનવિભાગ )

Next Article