Dang : રાજ્ય કક્ષાની કિક્રેટ ટુર્નામેન્ટમાં ડાંગના દિવ્યાંગ ખેલાડીઓ વિજેતા બન્યા, ભવ્ય આવકાર અપાયો

|

May 07, 2022 | 10:11 AM

સુરેન્દ્રનગર ખાતે 5 મે ના રોજ રાજ્ય કક્ષાની દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ડાંગની ટીમના ખેલાડીઓએ વિજય હાંસલ હાંસલ કર્યો હતો.

Dang : રાજ્ય કક્ષાની કિક્રેટ ટુર્નામેન્ટમાં ડાંગના દિવ્યાંગ ખેલાડીઓ વિજેતા બન્યા, ભવ્ય આવકાર અપાયો
વિજેતા ખેલાડીઓને આવકારવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

Follow us on

ડાંગ(Dang)ની દિવ્યાંગ ખેલાડીઓએ સુરેન્દ્રનગરમાં આયોજીત રાજ્ય કક્ષાની ક્રિકેટ ટૂર્નામેન્ટના પ્રસંશનીય પ્રદર્શન કરી મેચમાં વિજેતા બની હતીખેલાડીઓ માટે નવસારી સ્થિત મમતા મંદિરમાં આવકારવા અને સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા સાથે તેમનામાં રમત પ્રત્યે રુચિમાં વધારો થાય અને મનોબળ મજબૂત રહે તે માટે આ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લાની દીકરી સરિતા ગાયકવાડે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દોડમાં જિલ્લા સહિત દેશનો ડંકો વગાડ્યો ત્યારથી ડાંગના ખેલાડીઓ રમત-ગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરાયા છે. સિવારીમાંળ ગામમાં કામ કરતી માનવ કલ્યાણ ટ્રસ્ટ, પ્રજ્ઞા મંદિર નામની શાળામાં આશરે 200 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે તાલીમ આપે છે.

માનવ કલ્યાણ ટ્રસ્ટ બાળકોની પ્રતિભા ખીલવવા સહિતની જવાબદારી સ્વીકારી છે. સંસ્થા બાળકોને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ બની રહી છે. સુરેન્દ્રનગર ખાતે 5 મે ના રોજ રાજ્ય કક્ષાની દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ડાંગની ટીમના ખેલાડીઓએ વિજય હાંસલ હાંસલ કર્યો હતો.ટીમના વિજયને લઇને નવસારી સ્થિત મમતા મંદિરમાં વિજેતા ટીમના આવકાર અને સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં જ્યાં પણ દિવ્યાંગ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવે છે ત્યાં ડાંગની ખેલાડીઓ અચૂક ટુર્નામેન્ટમાં ભાગ લે છે અને શ્રેષ્ઠ પરિણામ આપવનો પ્રયાસ કરે છે. ડાંગની આ દિવ્યાંગ મહિલા ખેલાડીઓની રમત પ્રત્યેની પ્રતિભા સ્પષ્ટ દેખાઈ રહી છે અને તેથી ટીમ સતત વિજયી બની રહી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

અત્યાર સુધી કુલ પાંચ રાજ્ય કક્ષાની મેચમાં આ ખેલાડીઓએ વિજયકૂચ ચાલુ રાખી છે. ડાંગ જિલ્લમાં હજી પણ સાધન સુવિધા વગર ત્યાંના લોકો જીવન જીવી રહ્યા છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ ત્યાના વિદ્યાર્થીઓ રમત-ગમત ક્ષેત્રે ધીમી અને મક્કમતાથી આગળ વધી રહ્યા છે. આ દિવ્યાંગ ખેલાડીઓ ક્રિકેટ મેચમાં પ્રસંશનીય પ્રદર્શન કરી રહી છે અને આગામી સમયમાં તેઓ રાષ્ટ્રીય કક્ષાએ પણ ટુર્નામેન્ટમાં ભાગ લઈ જીત હાંસલ કરવા માટે તત્પર બની છે.

Next Article