Dang : સ્થાનિક આદિવાસી પ્રજાને આવાસ યોજનાનો લાભ આપો નહિતર આંદોલન માટે તૈયાર રહ્યો : BSP ની સરકારને ચીમકી

|

May 17, 2022 | 8:50 AM

રાજ્યના અલ્પ વિકસિત અને પછાત વિસ્તારની ગણતરીમાં ડાંગનું નામ આવે છે. અહીંના છેવાડાના આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાના ઘણા વિસ્તારોમાં સરકારી યોજનામાં સરકારી ઢીલી નીતિના કારણે જરૂરિયાતમંદ લાભથી વંચિત રહી જતા હોવાનોબહુજન સમાજ પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.

Dang : સ્થાનિક આદિવાસી પ્રજાને આવાસ યોજનાનો લાભ આપો નહિતર આંદોલન માટે તૈયાર રહ્યો : BSP ની સરકારને ચીમકી
સ્થાનિકોના કાચા મકાનોની ફાઈલ તસ્વીર

Follow us on

ડાંગ(Dang)જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો વસવાટ કરે છે. આદિવાસી સમુદાયના વિકાસ માટે સરકારે વિવિધ યોજનાઓ જાહેર કરી છે.આ યોજનાઓ માટે માહિતીના અભાવ અને ભ્રષ્ટાચારના કારણે પાત્રતા હોવા છતાં સ્થાનિક આદિવાસીઓ લાભથી વંચિત રહેતા હોવાનો બહુજન સમાજ પાર્ટીએ આક્ષેપ કર્યો છે અને આ સમસ્યા હલ ન થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. BSP એ સરકારી આવાસ યોજનામાં સ્થાનિક લાભાર્થીઓને લાભથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આગામી તારીખ 30 મે ના રોજ તેઓ આવાસના લાભથી વંચિત લોકો સાથે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવા પહોંચવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યના અલ્પ વિકસિત અને પછાત વિસ્તારની ગણતરીમાં ડાંગનું નામ આવે છે. અહીંના છેવાડાના આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાના ઘણા વિસ્તારોમાં સરકારી યોજનામાં સરકારી ઢીલી નીતિના કારણે જરૂરિયાતમંદ લાભથી વંચિત રહી જતા હોવાનોબહુજન સમાજ પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. BSP એ જાહેરાત કરી છે કે આદિવાસી પ્રજા ને તેમનો હક મળે તે માટે અને સરકારી યોજનામાં ઉચાપત કે કૌભાંડ કરનાર અધિકારીઓને ખુલ્લા પાડવા માટે ડાંગ જિલ્લામાં અભિયાન શરૂ કરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત જરૂરિયાતમંદ લાભાર્થીઓ લાભથી વંચિત ન રહે તે માટેની કામગીરીની શરૂઆત આવાસ યોજનાથી કરવામાં આવશે

BSP અનુસાર રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં 40 ટકા લોકો આજે પણ રોજગારી માટે પોતાના પરિવાર સાથે અન્ય જિલ્લામાં સ્થળાંતર કરે છે. સ્થાનિક રોજગારીની તકોના અભાવે દર વર્ષે આશરે છ મહિના માટે વતન થી દુર પરિવાર સાથે કામના સ્થળે રહેવા અહીંના લોકો મજબુર છે .શ્રમિક પરિવાર પાસે મોટા ભાગે સરકારી યોજનાની પૂરતી માહિતી રહેતી નથી. આ કારણે મોટા ભાગના લોકો સરકારી યોજનાના લાભથી વંચિત રહી જતા હોય છે. ડાંગ જિલ્લાના વઘઇ, આહવા અને સુબિર એમ ત્રણ તાલુકાના 300 થી 400 લોકો જેમણે સરકારની વિવિધ આવાસ યોજના માટે ફોર્મ ભર્યા છે અને જેઓ ખરા અર્થમાં હકદાર હોવા છતાં તેઓને આવાસ ની ફાળવણી થઈ ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ડાંગ જિલ્લા બહુજન સમાજવાદી પાર્ટી ના પ્રમુખ મહેશ આહિરે એ આવા સરકારી યોજનાથી વંચિત લોકોની યાદી બનાવી તેમના હક અપાવવા આંદોલનની ચીમકી આપી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આગામી તારીખ 30 મે ના રોજ તેઓ આવાસના લાભથી વંચિત લોકો સાથે કલેકર ને આવેદન આપવામાં આવશે અને તપાસની માંગ કરવામાં આવશે. મહેશ આહીરે જણાવ્યું હતું કે તેઓ 15 દિવસ નું અલ્ટીમેટમ આપશે જો 15 દિવસ માં તેમની માંગ ને લઈને અસરકારક પગલાં નહિ ભરાય તો કલકેટર કચરી સામે આમરણાંત ઉપવાસ ઉપર બેસશે.

Published On - 8:44 am, Tue, 17 May 22

Next Article