Dang: સાપુતારામાં શરૂ થયેલા “મેઘમલ્હાર પર્વ”માં ફૂડ કોર્ટ બન્યુ આકર્ષણનું કેન્દ્ર, પ્રવાસીઓને મળ્યો નવો સ્વાદ, જ્યારે આદિવાસી મહિલાઓની મળી રોજગારની તક

|

Jul 31, 2022 | 12:06 PM

કચ્છનો રણોત્સવ હોય, અમદાવાદમાં પતંગોત્સવ જેવા અનેક ઉત્સવો થકી ટુરિઝમ સાથે સ્થાનિક લોકોને રોજગારી પણ સારી મળી છે. ત્યારે સાપુતારાના (Saputara) મોન્સૂન ફેસ્ટિવલને (Monsoon Festival) પગલે પણ આદિવાસી સમાજને રોજગારી મળે છે.

Dang: સાપુતારામાં શરૂ થયેલા મેઘમલ્હાર પર્વમાં ફૂડ કોર્ટ બન્યુ આકર્ષણનું કેન્દ્ર, પ્રવાસીઓને મળ્યો નવો સ્વાદ, જ્યારે આદિવાસી મહિલાઓની મળી રોજગારની તક
સાપુતારામાં શરૂ થયેલા "મેઘમલ્હાર પર્વ"માં ફૂડ કોર્ટ બન્યુ આકર્ષણનું કેન્દ્ર

Follow us on

ડાંગ (Dang) જિલ્લામાં આવેલા ગિરિમથક સાપુતારામાં (Saputara) ‘મેઘમલ્હાર પર્વ’ (Monsoon Festival)નો પ્રારંભ થયો છે. રાજ્યના પ્રવાસન મંત્રી પુર્ણેશ મોદી (Minister Purnesh Modi) દ્વારા ‘મેઘમલ્હાર પર્વ’નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વર્ષો પહેલાં રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ જે તે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ અને સંસ્કૃતિને અનુરૂપ ઉત્સવની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. ગુજરાત પ્રવાસન વિભાગને વેગ મળે અને રાજ્ય તેમજ વિદેશી પર્યટકો ગુજરાત આવતા થાય એવા આશય સાથે શરૂ કરેલ અનેક મહોત્સવની સફળતા જોતા આજે ગુજરાતના અનેક સ્થળોને જોવા અને માણવા લોકો દૂર દૂરથી આવે છે. કચ્છનો રણોત્સવ હોય, અમદાવાદમાં પતંગોત્સવ જેવા અનેક ઉત્સવો થકી ટુરિઝમ સાથે સ્થાનિક લોકોને રોજગારી પણ સારી મળી છે. ત્યારે સાપુતારાના મોન્સૂન ફેસ્ટિવલને પગલે પણ આદિવાસી સમાજને રોજગારી મળે છે.

રાજ્યમાં સૌથી 30 દિવસ ચાલતો સૌથી લાંબો ઉત્સવ

રાજ્યમાં પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત ઉત્સવમાં સૌથી લાંબો ઉત્સવ એટલે ડાંગ જિલ્લામાં 30 દિવસ સુધી ચાલતો મોનસૂન ફેસ્ટિવલ. જેના કારણકે સ્થાનિક 1000 થી વધુ નાના મોટા વેપારીઓ અને હોટેલમાં કામ કરતા લોકોને સારો લાભ થાય છે. સાથે ગ્રામીણ વિસ્તારમાં ફરવા જતા પ્રવાસીઓ ને કારણે ગામડામાં પણ લોકોને સારી રોજગારી મળી રહે છે.

પ્રાકૃતિક ખેતી કરતા ડાંગ જિલ્લામાં ડાંગી વાનગી આકર્ષણનું કેન્દ્ર

આ વર્ષે મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલમાં ખાસ ડાંગી ફૂડ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે, સર્પગંગા તળાવ કિનારે વિવિધ પ્રકારના ફૂલો વચ્ચે ગાર્ડનમાં શુદ્ધ ઓક્સિજન સાથે ડાંગ જિલ્લાની પ્રખ્યાત નાગલી ધાન્યમાંથી બનાવેલ નાગલી લાઈવ ઢોકળા, નાગલી ઇડલી,નાગલી પાપડ, શક્તિવર્ધક મુશળી ના ભજીયા, અડદની દાળ, તેમજ વિવિધ વાનગીઓનો સ્વાદ માણવા મળે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મહત્વનું છે કે, સતત એક મહિવો ચાલનારા ‘મેઘમલ્હાર પર્વ’ દરમિયાન પર્યટકોને માણવા મળશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક એક્ટિવિટી સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો પણ લ્હાવો પણ સહેલાણીઓને મળશે. ચોમાસામા નવપલ્લવિત થઈ ઉઠતી ડાંગ જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકોને મેઘમલ્હાર પર્વ દરમિયાન સાપુતારાના મુખ્ય ડોમ ખાતે શનિ, રવિની રજાઓ સહિત જાહેર રજાઓના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા મળશે. 19 ઓગસ્ટ 2022ના જન્માષ્ટમીના પર્વે દહીં હાંડી સ્પર્ધા, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ, તથા નેચર ટ્રેઝર હન્ટ ના વિશેષ કાર્યક્રમોનુ પણ આયોજન કરાયુ છે.

(વીથ ઇનપુટ-રોનક જાની, ડાંગ)

Published On - 12:05 pm, Sun, 31 July 22

Next Article