Dang: સાપુતારામાં વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી, નયનરમ્ય નજારો માણવા જામી પ્રવાસીઓની ભારે ભીડ

Dang: સાપુતારામાં વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી, નયનરમ્ય નજારો માણવા જામી પ્રવાસીઓની ભારે ભીડ

| Edited By: | Updated on: Jul 02, 2021 | 1:33 PM

Dang News : સાપુતારા હિલસ્ટેશન પર જ પ્રકૃતિનો નજારો માણવા પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે. હાલ ટેબલ પોઇન્ટ ઉપર ઝીરો વિઝીબિલિટી છે.

Dang News : ડાંગ જિલ્લમાં આવેલા સાપુતારા હિલસ્ટેશન પર વરસાદ વરસતાની સાથે જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાપુતારામાં આ આહલાદક નજારો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓની આવી રહ્યા છે.

ગિરિમથક સાપુતારામાં વરસાદી વિરામ બાદ વાદળીયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે ટેબલ પોઇન્ટ ઉપર ઝીરો વિઝીબિલિટી છે. વરસાદની શરુઆત થયાના થોડા જ દિવસો બાદ હવે સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો સાપુતારાની મુલાકાતે આવી રહ્યા છે. મહત્વનું છે કે, અગાઉ શનિ રવિ અને રજાના દિવસોમાં લોકોની ભીડ રહેતી હતી. હાલ સહેલાણીઓ ઝરમર વરસાદનો માહોલ માણવા ડાંગના સાપુતારમાં ઉમટી પડ્યા છે. અને મિત્રો પરિવાર સાથે ગરમ ભજીયા સાથે ચા ની ચુસ્કી માણતાં જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, સાપુતારા હિલસ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ અને સર્પાકાર રસ્તાઓ માટે પ્રખ્યાત છે.

આ પણ વાંચો: ખાખી વર્દીમાં સિનિયર પોલીસ કર્મચારીએ મહિલા મિત્ર સાથે બનાવ્યા વીડિયો, video વાયરલ થતા સર્જાયો વિવાદ