Dang: સખત પરિશ્રમ બાદ ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે પોતાનું નવું મકાન બનાવ્યું , દીકરીની પ્રગતિ જોઈ પિતા બન્યા ભાવુક

|

May 27, 2022 | 3:29 PM

ડાંગ જિલ્લાના (Dang) અંતરિયાળ ગામમાં રહીને દેશનું નામ રોશન કરનાર ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. સખત સઘર્ષ અને પરિશ્રમ બાદ પોતાના સપનાનું ઘર એવું નવું મકાન બનાવ્યુ છે.

Dang: સખત પરિશ્રમ બાદ ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે પોતાનું નવું મકાન બનાવ્યું , દીકરીની પ્રગતિ જોઈ પિતા બન્યા ભાવુક
Golden Girl Sarita Gaikwad

Follow us on

ડાંગ જિલ્લાના (Dang) અંતરિયાળ ગામમાં રહીને દેશનું નામ રોશન કરનાર ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે (Sarita Gaekwad) પોતાની એક અલગ ઓળખ બનાવી છે. સખત સઘર્ષ અને પરિશ્રમ બાદ પોતાના સપનાનું ઘર એવું નવું મકાન બનાવ્યુ છે. નવા મકાનના ગૃહ પ્રવેશ પ્રસંગે માતા પિતાના આશીર્વાદ લેતાજ પિતા ભાવુક બન્યા હતા અને તેમની આંખો ભરાઈ ગઈ હતી.

ભગવાન સત્યનારણની કથા સાથે ગૃહ પ્રવેશ કરતી દીકરી સરિતાની મહેનત અને પ્રગતિ ના સાક્ષી એવા માતા પિતાએ તેને વ્હાલ કરી આશીર્વાદ આપ્યા હતા, સરિતાએ આ સમયે પોતાનું સ્વપ્ન પૂરું થતા ખુશી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામીણ વિસ્તારોના બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિને બહાર કાઢવા માટે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. જેને કારણે ડાંગ જેવા આદીવાસી અને પછાત વિસ્તારમાં એ પણ ખુબજ અંતરિયાળ ગામમાં કોઈ પણ સુવિધા વગર ઉછરેલી સરિતા ગાયકવાડ મહેનતથી આજે પોતાની અલગ ઓળખ બનાવી છે. અને ગરીબીમાંથી પોતાના પરિવાર બહાર લાવી એક સુવિધા સભર જીવન આપ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આમ રમતગમત ક્ષેત્રમાં નામના મેળવી સરિતા ગાયકવાડે પોતાના પરિવાર માટે પુત્રની પણ ગરજ સારી હોય તેમ ઘરનું સપનું પૂર્ણ કર્યું છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ સરિતા ગાયકવાડના પિતાને ઘરમાં લપસી જવાથી માથામાં ઇજા પહોંચી હતી. તે સમયે પણ ટ્રેક પર દોડતી અને ગુજરાતની પી.ટી.ઉષા કહેવાતી સરિતા ગાયકવાડે દોડ લગાવીને પોતાનો પિતાનો જીવ બચાવ્યો હતો. 108 આવતા મોડું થાય એમ હોય સરિતાએ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પિતાને ઉપાડીને દોડ લગાવી હતી. સરિતા મુખ્યમાર્ગ સુધી આવી બાદમાં પિતાને કારમાં લઈને 35 કિમી દૂર આહવા સિવિલ હોસ્પિટલ લઈને દોડી હતી. સરિતાના પિતા આ વાતથી પણ ગદગદ થઈ ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, સરિતા જેવી દીકરી હોય તો દીકરાની ગરજ પુરી થાય એમ છે. જેમણે રમતગમતમાં પરિવારનું નામ ઉજાળીને પરિવારના સભ્યોની પણ એટલી જ દેખરેખ રાખી છે.

Published On - 3:28 pm, Fri, 27 May 22

Next Article