DANG : આહવા-મહાલ રોડ પર સ્ટીયરીંગ લોક થતા ચેકડેમમાં ખાબકી કાર, જુઓ વિડીયો

|

Aug 31, 2021 | 12:26 PM

પીપલીયામાલ ગામ પાસેથી પસાર થઈ રહેલી કારનું સ્ટીયરીંગ લોક થઇ ગયું હતું અને કાર પોતાના રસ્તા પરથી ઉતરી ચેકડેમમાં ખાબકી હતી.

DANG : જો તમે તમારી ધૂનમાં બિન્દાસ્ત થઈને કાર ચલાવતા હો અને અચાનક કારનું સ્ટીયરીંગ લોક થઇ જાય અને તમારી કાર કોઈ તળાવ, નદી કે ચેકડેમમાં ખાબકે તો તમારી શું સ્થિતિ થાય ? આવો વિચાર કરતા જ કોઈ પણના રુવાડા ઉભા થઇ જાય એ સ્વાભાવિક છે. ડાંગના આહવા-મહાલ રોડ પર આવી જ ઘટના ઘટી છે.

આ ઘટના ડાંગના આહવા-મહાલ રોડ પરની છે.જ્યાં પીપલીયામાલ ગામ પાસેથી પસાર થઈ રહેલી કારનું સ્ટીયરીંગ લોક થઇ ગયું હતું અને કાર પોતાના રસ્તા પરથી ઉતરી ચેકડેમમાં ખાબકી હતી.ચેકડેમમાં કાર પડવાની ઘટનાની જાણ થતા જ ઘટનાને પગલે સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા અને કારને પાણીમાંથી બહાર કાઢી હતી.. ઘટનામાં કારચાલકનો આબાદ બચાવ થયો છે. દૃશ્યોમાં તમે જોઈ શકો છો કે આખી કાર પાણીમાં ગરકાવ થઈ હતી હતી,પણ સદનસીબે કાર અને ચાલક બંનેને બચાવી લેવામાં આવ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહીને પગલે ડાંગ સહીત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. ડાંગમાં ગઈકાલથી જ વરસાદ પડી રહ્યો છે. ડાંગના વઘઇ ખાતે વરસાદી ઝાપટું પડ્યું હતું, તો આહવા સહિત તાલુકા વિસ્તારમાં માં પણ ઝરમર વરસાદ પડ્યો હતો. આ સાથે જ સાપુતારામાં આજ સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો સાથે જ ચેકડેમ સહીતના જળાશયોમાં પણ નવા નીર ભરાયા છે.

આ પણ વાંચો : Gujarat : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના મંડાણ, વલસાડ, સુરત, નવસારી, તાપી, ડાંગમાં વરસાદથી ખુશીનો માહોલ

Next Video