Dang : દાહોદથી આહવા જતી બસ અંબિકા નદીના પૂલ ઉપર પહોંચી અને કંઈક એવું બન્યું કે 45 મુસાફરોના જીવ પડીકે બંધાયા

|

May 19, 2022 | 9:34 AM

ઘટના બાદ બસમાંથી સલામત ઉતરેલા મુસાફરોએ હેમખેમ બસમાંથી બહાર નીકળતા હાશકારો અનુભવ્યો હતો. ઘટનામાં સદનશીબે તમામ મુસાફરોનો બચાવ થયો હતો પરંતુ ઘટના એક ચિંતાજનક સ્વરૂપ ધારણ કરી શકે તેમ હતી.

Dang : દાહોદથી આહવા જતી બસ અંબિકા નદીના પૂલ ઉપર પહોંચી અને કંઈક એવું બન્યું કે 45 મુસાફરોના જીવ પડીકે બંધાયા
ચાલુ બસનું ટાયર નીકળી ગયું હતું

Follow us on

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સરકારી બસોની ગુણવતામાં સુધારા સાથે મુસાફરી સલામત અને આરામદાયક બનાવવાના દાવા કરે છે પણ હકીકત કંઈક અલગજ સામે આવી છે. ડાંગ(Dang)માં વઘઇ નજીક ચાલુ એસટી બસનું વહીલ છૂટું પડી જતા અકસ્માત સર્જાયો હતો. સદનશીબે ઘટનામાં ચાલકે વાહન ઉપર કાબુ મેળવી લેતા બસમાં સવાર 45 મુસાફરોનો આબાદ થયો હતો. ઘટનામાં ચિંતાજનક બાબત એ રહી હતી કે બસ નદીના પૂલ ઉપરથી પસાર થઇ રહી ત્યારે ઘટના બની હતી. બેકાબુ બસ પૂલ ઉપરથી નદીમાં ખાબકી હોત તો મોટી હોનારતનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આહવા બસ ડેપોની બસ દાહોદથી પરત ફરી રહી હતી. રસ્તો સાફ હોવાના કારણે પુરપાટ ઝડપે વાહન આગળ વધી રહ્યું હતું. ડાંગ જિલ્લાના વધી નજીક એસટી બસ અંબિકા નદી ના પુલ ઉપરથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક બસ બેકાબુ બની હતી. બસનું ડ્રાઇવર તરફનું વ્હીલ નીકળી જતા બસ બેકાબુ બની હતી. આ સમયે સરકારી બસમાં ૪૫ મુસાફરો સવાર હતા જેમના જીવ પડીકે બંધાયા હતા. સદનશીબે બસના ચાલકે વાહન ઉપર કાબુ મેળવી લીધો હતો અને બસને સલામત ઉભી રાખવામાં સફળતા મેળવી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઘટના બાદ બસમાંથી સલામત ઉતરેલા મુસાફરોએ હેમખેમ બસમાંથી બહાર નીકળતા હાશકારો અનુભવ્યો હતો. ઘટનામાં સદનશીબે તમામ મુસાફરોનો બચાવ થયો હતો પરંતુ ઘટના એક ચિંતાજનક સ્વરૂપ ધારણ કરી શકે તેમ હતી. દાહોદ થી આહવા તરફ જતી બસ અંબિકા નદી ના પુલ ઉપરથી પસાર થઇ રહી હતી તે સમયે ઘટના બની હતી. બસ ઝડપ સાથે દોડી રહી હતી ત્યારે ઘટના બની હતી. આ ઉપરાંત ચાલકે અનુભવ અને કુશળતાના આધારે બસ ઉપર કાબુ જાળવી રાખ્યો હતો. બેકાબુ બસ પૂલ ઉપરથી ખાબકે તો મોટી હોનારત સામે આવવાનો ભય વ્યક્ત કરાયો હતો.

આ ઘટનાએ સરકારી તંત્રના દાવા પોકળ સાબિત કર્યા છે. સદનશીબે આજના અકસ્માતમાં મુસાફરોનો બચાવ થયો છે પણ આ અકસ્માત કેમ સર્જાયો તેની તાપસ થવી જરૂરી છે. મુસાફરોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા કે બસનું મેન્ટેનન્સ અને દેખરેખની નિયમિત કામગીરી થાય છે કે કેમ? આવી ઘટનાઓ મુસાફરોના જીવ જોખમમાં મૂકે છે. બસમાંથી ટાયર નીકળી જવા જેવી ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ અને બેદરકારો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી .

Published On - 9:19 am, Thu, 19 May 22

Next Article