Dang News: શહેરો 21મી સદી તરફ અને ડાંગ જિલ્લાનાં બાળકોને છાપરે ચઢીને મોબાઈલ નેટવર્ક શોધવું પડે છે

|

Jun 24, 2021 | 4:52 PM

Dang News: દેશ અને રાજ્યમાં 5-G નેટવર્ક(5-G Network)નાં હોકારા પડકારા સંભળાઈ રહ્યા છે તે વચ્ચે ડાંગમાં ભણતા બાળકોની સ્થિતિ એ છે કે નેટવર્ક છે તો મોબાઈલ (Mobile) નથી, મોબાઈલ છે તો નેટવર્ક નથી.

Dang News: શહેરો 21મી સદી તરફ અને ડાંગ જિલ્લાનાં બાળકોને છાપરે ચઢીને મોબાઈલ નેટવર્ક શોધવું પડે છે
Dang News: Cities towards 21st century and children in Dang district have to find a mobile network by climbing on the roof

Follow us on

Dang News: ડાંગમાં શિક્ષણ (Education) માટે વિદ્યાર્થી (Student)ઓ જાણે સંઘર્ષ કરી રહ્યા છે. દેશ અને દુનિયા 21મી સદીની વાતો કરી રહી છે. દેશ અને રાજ્યમાં 5-G નેટવર્ક(5-G Network)નાં હોકારા પડકારા સંભળાઈ રહ્યા છે તે વચ્ચે ડાંગમાં ભણતા બાળકોની સ્થિતિ એ છે કે નેટવર્ક છે તો મોબાઈલ (Mobile) નથી, મોબાઈલ છે તો નેટવર્ક નથી.

રાજ્યમાં કોરોના ને લઈને છેલ્લા એક વર્ષ થી બાળકો ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે, જોકે ડાંગ જેવા છેવાડાના જિલ્લામાં આજે પણ આર્થિક પરિસ્થિતિ અને મોબાઇલ નેટવર્ક ની સમસ્યા ને કારણે મોટાભાગના બાળકો અને વાલીઓ માટે ઓનલાઈન શિક્ષણ એક મોટી સમસ્યા છે. અને વિદ્યાર્થીઓ શિક્ષણ માટે સંઘર્ષ કરતા જોવા મળે છે.

સરકારે બાળકોને કોરોનાની મહામારીના સંક્રમણ થી બચાવવા ઓનલાઈન શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે, જોકે ડાંગ જેવા ગરીબ અને આદિવાસી જિલ્લાઓમાં આ ઓનલાઈન શિક્ષણ બાળકો સુધી પહોંચતું નથી. અને બાળકો અભ્યાસક્રમમાં પાછળ રહી જાય છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ડાંગ ના મોટાભાગના ગામોમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા છે જેને કારણે શિક્ષકો શુ ભણાવે છે અને શું ભણવાનું છે એ બાળકોને ખબર પડતી નથી, મોબાઈલ નેટવર્ક મેળવવા વિદ્યાર્થીઓ રોજ ગામથી દૂર જંગલની વચ્ચે નેટવર્ક શોધવા ભટકી રહ્યા છે, જ્યાં નેટવર્ક મળે ત્યાં ચોપડા લઈ ને ભણવા બેસી જાય છે, અને કલાકો સુધી ખુલ્લા આકાશમાં મોબાઇલ શિક્ષણ મેળવે છે.

આટલુંજ નહિ પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓ જીવન જોખમેં ઘરના છાપરા ઉપર કે ઊંચા ઝાડ ઉપર ચડીને બેસી જાય અને શિક્ષણ મેળવવાનો પ્રયાસ કરે છે. હવે જ્યારે ચોમાસુ છે એટલે વરસાદનાં સમયે આ પ્રકારે ખુલ્લા આકાશ નીચે છાપરા ઉપર ઝાડ ઉપર કે ખેતરોમાં જઈ ને શિક્ષણ મેળવવું પણ મુશ્કેલ બની રહેશે.

આ સમસ્યા ડાંગ જિલ્લાના કોઈ એક બે ગામ નહિ પરંતુ અનેક ગામોમાં જોવા મળે છે, સુબિર , વઘઇ અને આહવા તાલુકાના અંતરિયાળ ગામોમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા થી હજારો વિદ્યાર્થીઓ ચિંતિત છે. અહીંયા બાળકો માટે માત્ર મોબાઈલ નેટર્વકજ એક સમસ્યા નથી અહીંયા આર્થિક પરિસ્થિતિ ના કારણે મોટા ભાગના લોકો પાસે સ્માર્ટ ફોન નથી જેઓ માત્ર પુસ્તકના આધારે જાતે જ્ઞાન મેળવી રહ્યા છે.

આ પરિસ્થિતિ અને વિદ્યાર્થીઓની સમસ્યા અંગે માહિતગાર એવા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચિંતિત છે, જેઓએ ઓટલા શિક્ષણ અને ફળિયા શિક્ષણની જાહેરાત કરી અને બાળકો સુધી પહોંચવા શિક્ષકોને સૂચના આપી છે. જે મુજબ જિલ્લાના ત્રણ તાલુકાના મુખ્ય મથક અને મોટા ગામોમાં શિક્ષકોએ ઓટલા શિક્ષણ અને ફળિયા શિક્ષણ શરૂ કરી દીધું છે.

જોકે અધિકારીની સૂચના મુજબ શિક્ષકો જિલ્લાના મુખ્ય મથક અને અન્ય મોટા ગામોમાંજ બાળકો સુધી પહોંચી ને ઓટલા શિક્ષણ આપે છે પરંતુ મોટાભાગના અંતરિયાળ ગામો એવા છે જ્યાં હજુ સુધી કોઈ શિક્ષક પહોંચ્યા નથી.

બાળકોને પુસ્તક આપી અને અભ્યાસ કરવાનું કહી દીધું છે, આ પરિસ્થિતિમાં ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું સરળ નથી.

Published On - 4:51 pm, Thu, 24 June 21

Next Article