Breaking News : પિતૃમોક્ષ માટે દામોદરકૂંડમાં આવેલા શ્રદ્ધાળુઓ ફસાયા, ભારે વરસાદના કારણે સર્જાઈ ઘોડાપુરની સ્થિતિ, જુઓ Video

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ઉપરવાસમાં જંગલમાં ધોધમાર વરસાદ વરસતા ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢના દામોદર કૂંડમાં પિતૃમોક્ષ માટે આવેલા લોકો પૂરને કારણે ફસાયા હતા.

Breaking News : પિતૃમોક્ષ માટે દામોદરકૂંડમાં આવેલા શ્રદ્ધાળુઓ ફસાયા, ભારે વરસાદના કારણે સર્જાઈ ઘોડાપુરની સ્થિતિ, જુઓ Video
Damodar Kund
| Edited By: | Updated on: Aug 23, 2025 | 12:45 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ઉપરવાસમાં જંગલમાં ધોધમાર વરસાદ વરસતા ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢના દામોદર કૂંડમાં પિતૃમોક્ષ માટે આવેલા લોકો પૂરને કારણે ફસાયા હતા. આ શ્રદ્ધાળુઓને રેસ્ક્યું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પૂરના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

પિતૃમોક્ષ માટે આવેલા લોકો પૂરને કારણે ફસાયા

પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે અહીં હજારોની સંખ્યામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે. નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધનું તર્પણ આ દામોદર કુંડમાં કરવામાં આવ્યું હતું. ભાવિકો પોતાના પિતૃના મોક્ષ અર્થે પીપળે પાણી ઢોળ કરી મોક્ષની પ્રાર્થના કરે છે. ભાવિકો પાણી ઢોળ કરતા સમયે ગિરનારના જંગલમાં ધોધમાર વરસાદ પડતા દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું. ભાવિકોને મોક્ષ પીપળેથી બહાર કાઢવામાં આવ્યા અને પૂર આવતા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 

દામોદર કુંડ, જટાશંકર જવા પર પ્રતિબંધ

બીજી તરફ જૂનાગઢમાં ભારે વરસાદની સ્થિતિને લઇ તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે નદી -નાળા છલકાયા છે. તો દામોદર કુંડ, વિલિંગ્ડન ડેમમાં પણ પાણીની ભારે આવક થતા તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને દામોદર કુંડ, વિલિંગ્ડન ડેમ અને જટાશંકર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પરિસ્થિતિ સાનૂકુળ નહીં થાય ત્યાર સુધી આ સ્થળો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડિઝાસ્ટર શાખા તરફથી કલેક્ટરની સૂચના જાહેર કર્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:44 pm, Sat, 23 August 25