મુવાડી ગામે અનુસૂચિત જાતીના લગ્નમાં વરઘોડો અને ડીજે વગાડતા રોકવાની ઘટના, પોલીસે નિવૃત PSI સહિત 15 લોકોની અટકાયત કરી

|

Feb 19, 2020 | 7:42 AM

પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે દલિતોના ઘરે આવેલી જાનનો વરઘોડો રોકવાના કેસમાં પોલીસે 15 લોકોની અટકાયત કરી છે. જેમાં એક નિવૃત્ત પીએસઆઈનો પણ સમાવેશ થાય છે. પાંચ દિવસ અગાઉ ઝાલાની મુવાડી ગામે ગામમાં આવેલી જાન અને જાનૈયાઓના પગલે ડીજેના મુદ્દે ગામમાં હંગામો સર્જાયો હતો.   Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને […]

મુવાડી ગામે અનુસૂચિત જાતીના લગ્નમાં વરઘોડો અને ડીજે વગાડતા રોકવાની ઘટના, પોલીસે નિવૃત PSI સહિત 15 લોકોની અટકાયત કરી

Follow us on

પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે દલિતોના ઘરે આવેલી જાનનો વરઘોડો રોકવાના કેસમાં પોલીસે 15 લોકોની અટકાયત કરી છે. જેમાં એક નિવૃત્ત પીએસઆઈનો પણ સમાવેશ થાય છે. પાંચ દિવસ અગાઉ ઝાલાની મુવાડી ગામે ગામમાં આવેલી જાન અને જાનૈયાઓના પગલે ડીજેના મુદ્દે ગામમાં હંગામો સર્જાયો હતો.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જેના પગલે સ્થાનિક ગ્રામજનો તેમજ જાનૈયા વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને લઈને ચાર દિવસ માટે દીકરીના પિતાએ સ્થાનિક ગ્રામજનો ઉપર એક સાથે 35 જેટલા લોકો પર એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. જો કે, હાલ આ મામલે પોલીસે 15 જેટલા લોકોની અટકાયત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેમજ હાલમાં સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ પોલીસ પ્રશાસન તંત્ર દ્વારા ગામમાં રૂબરૂ મુલાકાત કરતા સ્થાનિકોએ જણાવ્યા અનુસાર વિરોધાભાસીની કોઈ પણ બાબત સામે આવી નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દલિત પરિવારોના સમગ્ર ગામમાં માત્ર બાર જ ઘર છે. તેમજ બાર પરિવારો અંતર્ગત કોઈપણ પ્રકારનો વિરોધાભાસ ન કરાયો હોવાની વાત પણ જાણવા મળી છે. તેમજ જાનૈયાઓના ડીજેના મામલે દલિત યુવકો દ્વારા વિરોધાભાસી નિવેદનોના પગલે હંગામો થયો હોવાની વિગતો જાણવા મળી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહા શિવરાત્રીના મેળાનો ત્રીજો દિવસ, દેશ-વિદેશથી પધાર્યા મહંતો

Next Article