દાહોદમાં મહિલાએ 202 દિવસ બાદ કોરોના સામે જંગ જીત્યો

|

Nov 20, 2021 | 1:16 PM

તબીબોના જણાવ્યા અનુસાર મક્કમ મનોબળ તેમજ સોલિડ વીલ પાવરની સાથે ૯ વખત મોતને માત આપી હતી અને ધીમે ધીમે રિકવર થતાં આખરે સાત મહિનાની સારવાર બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી

ગુજરાતમાં ( Gujarat) દાહોદની (Dahod) મહિલા( Woman) 202 દિવસ બાદ કોરોના(Corona)  સામે જંગ જીત્યા છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થયા બાદ દાહોદના ગીતાબેન ત્રિલોક સતત સાત મહિના સુધી કોરોના સામેની જંગમાં ઝઝૂમી રહ્યા હતા અને આખરે તેઓએ મોતને હાથતાળી આપી સ્વસ્થ થઈ હોસ્પિટલમાંથી રજા લીધી હતી.

જેમાં 202 દિવસ પહેલાની વાત કરીએ તો મહિલાના પિતાનું ભોપાલ અવસાન થયુ હતુ ત્યારે તે પોતાના પતિ સાથે ભોપાલ અંતિમવિધિમાં ગયા હતા અને મહિલા કોરોનાની બીજી લહેરની પીકમાં 1 મે 2021 રોજના સંક્રમિત થયા હતા.

મહિલા સંક્રમિત થતાની સાથે જ તેમના પતિએ તેમને સારવાર માટે પહેલા દાહોદ ખસેડ્યા હતા. બાદમાં વધુ તબિયત બગડતા તેઓને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને 23 દિવસ રાખ્યા બાદ ઓક્સિજન ટ્રિટમેન્ટ માટે દાહોદની રેલવેની મેઈન હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

સતત સાત મહિના સુધી કોરોના સામેની જંગમાં તબીબોના જણાવ્યા અનુસાર મક્કમ મનોબળ તેમજ સોલિડ વીલ પાવરની સાથે ૯ વખત મોતને માત આપી હતી અને ધીમે ધીમે રિકવર થતાં આખરે સાત મહિનાની સારવાર બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી અને હોસ્પિટલના તબીબો પેરામેડિકલ સ્ટાફ, દ્વારા ફુલહાર તેમજ તાળીઓના ગડગડાટ વચ્ચે હર્ષભેર વિદાય આપવામાં આવી હતી.

જે બાદ સોસાયટીમાં આસપાસના રહીશો તેમજ પરિવારજનોએ આતીશબાજીની સાથે ગીતાબેનને આવકાર્યા હતા અને મહિલાના પતિએ હોસ્પિટલનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં અંબાજી પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

આ પણ વાંચો : ગુજરાતમાં માવઠામાં થયેલ પાક નુકસાનની ખેડૂતોને સહાય નહિ મળે

 

 

Next Video