દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટોની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે યોજાઇ હતી. જેમાં સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા અને સ્માર્ટ સીટી અંતર્ગતના પ્રોજેક્ટોની કામગીરીની સમીક્ષા કરી હતી.
સ્માર્ટ સીટી અંતર્ગત રૂ. 459. 49 કરોડના 12પ્રોજેક્ટ પૂર્ણ, રૂ.409.67 કરોડના 13 પ્રોજેક્ટની કામગીરી પ્રગતિમાં જયારે બે પ્રોજેક્ટ ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ છે.
દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટોની સમીક્ષા બેઠક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે યોજાઇ હતી. જેમાં સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા અને સ્માર્ટ સીટી અંતર્ગતના પ્રોજેક્ટોની કામગીરીની સમીક્ષા કરી હતી.
બેઠકમાં કલેક્ટર ડો. ગોસાવીએ જણાવ્યું કે, સ્માર્ટ સીટી અંતર્ગતના 27 પ્રોજેક્ટોમાંથી 12 પૂર્ણ થયા છે. જ્યારે 13 પ્રોજેક્ટો અંતર્ગત સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જયારે 2 પ્રોજેક્ટ ટેન્ડરીંગની પ્રક્રિયા હેઠળ છે.
સ્માર્ટ સીટીના વિવિધ પ્રોજેક્ટો માટે પચાસ પચાસ ટકા ગ્રાન્ટ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જેમાં 459. 49 કરોડ રૂ. ના 12 પ્રોજેક્ટ પૂર્ણ કરાયા છે. જયારે 13 પ્રોજેક્ટ જે રૂ.409.67 કરોડના છે તેમાં કામગીરી પ્રગતિ હેઠળ છે. જયારે રૂ. 14.74 કરોડના બે પ્રોજેક્ટ ટેન્ડરની પ્રક્રિયામાં છે. સ્માર્ટ સીટીના જે 12 પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે તેમાં આઇસીસીસી આઇટી બલ્ડીંગ, સ્ટોર્મ વોટર, સીવરેજ, વોટર સપ્લાય, ડસ્ટબીન પ્રોક્યુરમેન્ટ, ટ્રાફિક સિગ્નલ, મ્યુનસીપાલિટી સોલીડ વેસ્ટ કલેક્શન, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, કંમ્પાઉન્ડ વોલ સહિતના પ્રોજેક્ટ છે.
જયારે 13 પ્રોજેક્ટ જેમની કામગીરી હાલમાં ચાલુ છે તેમાં છાબ તળાવ, વોટર સ્કાડા, ડીએનપી બિલ્ડીંગ, ટ્રાઇબલ મ્યુઝિયમ, સ્પોર્ટ કોમ્પલેક્સ, લાઇબ્રેરી બિલ્ડીંગ, પ્રાયમરી સ્કુલ ડેવલપમેન્ટ, ટ્રક ટર્મીનલ, દૂધમતી રીવરફ્રન્ટ, વોટર સપ્લાય – ઇએસઆર, રોડ અપગ્રેડેશન સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેમજ ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ સ્મશાન રીડેવલપમેન્ટ, સીવરેજ હાઉસ કનેક્શન પ્રોજેક્ટ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…