Dahod: લગ્નની લાલચ આપી 5 વર્ષ સુધી દુષ્કર્મ આચરનારે યુવતીના લગ્ન અટકાવવા તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી

|

Jul 02, 2022 | 12:54 PM

યુવતીના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી અને યુવતીના પિતાને કહ્યુ કે, તેરી છોકરીની ડોલી અને તારી અરથી સાથે ઉઠશે. છોકરીના લગ્ન કરાવી તો જો ફોટા વાઈરલ કરી તારૂં મોઢું કાળુ કરી નાંખીશ તેવી ધાક ધમકી પણ આપી હતી.

Dahod: લગ્નની લાલચ આપી 5 વર્ષ સુધી દુષ્કર્મ આચરનારે યુવતીના લગ્ન અટકાવવા તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી
Symbolic image

Follow us on

દાહોદ (Dahod) જિલ્લાના દેવગઢ બારિયા (Devgadh bariya)  મુવાડ ગામે રહેતો એક શખ્સ બારિયા તાલુકાના એક ગામે રહેતી 19 વર્ષીય યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી 5 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન યુવતી સાથે શારિરીક સંબંધ બાંધી લગ્ન (marriage) ની લાલચ આપતો હતો અને આ પ્રેમ સંબંધ વિશે કોઈને કઈશ તો મારી નાખવાની યુવતીને ધમકી પણ આપતો હતો. તેમજ યુવતીને અન્ય જગ્યાએ લગ્ન કરીશ તો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી નાખવાની પણ ધમકી આપી હતી. આ ઉપરાંત યુવતીના ઘરે જઈ તેના પરિવારજનોને પણ મારી નાખવાની ધમકીઓ અપાતા યુવતીના પરિવારજનોએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે.

દેવગઢ બારિયા તાલુકાના મુવાડ ગામે રહેતો એક શખ્સ બારિયા તાલુકાના એક ગામે રહેતી 19 વર્ષીય યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી 5 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન યુવતી સાથે શારિરીક સંબંધ બાંધી લગ્નની લાલચ આપતો હતો અને તું આપણા પ્રેમ સંબંધ વિશે કોઈને કઈશ તો મારી નાખવાની ધમકી પણ આપતો હતો. તેમજ યુવતીના ફોટો અને વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લઈ યુવક દ્વારા યુવતીના પરિવારજનોને પણ ધાકધમકીઓ આપી યુવતીના અન્ય જગ્યાએ લગ્ન કરાવશો તો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી નાખવાની ધમકી આપતો હતો.

આ પણ વાંચો

બે દિવસ પહેલાં દર્શન કનુભાઈ સલાટ નામનો આ યુવક અન્ય સાતઈ આઠ લોકોને લઈને યુવતીને ઘરો પહોંચ્યો હતો અને યુવતીના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી હતી. ગાડી અને મોટર સાઈકલ પર આવી યુવતીના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી અને યુવતીના પિતાને કહ્યુ કે, તેરી છોકરીની ડોલી અને તારી અરથી સાથે ઉઠશે. છોકરીના લગ્ન કરાવી તો જો ફોટા વાઈરલ કરી તારૂં મોઢું કાળુ કરી નાંખીશ તેવી ધાક ધમકીઓ આપી હતી. આ શખ્સોએ યુવતીના પરિવારજનોને બેફામ ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બાબતે યુવતીના સ્વજન દ્વારા દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દર્શન કનુભાઈ સલાટ, જયેશ કનુભાઈ સલાટ, કનુભાઈ વીરસીંગભાઈ સલાટ, સોરવભાઈ અર્જુનભાઈ સલાટ, આશીષ કોદર સલાટ, અનિલ સલાટ, વિકાસ સલાટ, સુભાષ સલાટ અને દિનેશ સલટ નામના શખ્સો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Article