દાહોદ : PMના કાર્યક્રમને લઇ સરકારી તંત્ર તૈયારીઓમાં જોતરાયુ, 2000 કરોડથી વધુના વિકાસ કાર્યનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત

|

Apr 08, 2022 | 9:08 PM

દાહોદ જીલ્લાની મુલાકાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 એપ્રિલના રોજ ડોકી ખાતે આદિવાસી સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. જેના પગલે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ જીલ્લાના અધિકારીઓ સાથે મેરેથોન બેઠકો કરી જરુરી સુચનો અને નિરીક્ષણ કરી રહ્યા છે.

દાહોદ : PMના કાર્યક્રમને લઇ સરકારી તંત્ર તૈયારીઓમાં જોતરાયુ, 2000 કરોડથી વધુના વિકાસ કાર્યનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત
Dahod: Government machinery is busy preparing for PM Modi's program

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 20 અને 21 એપ્રિલ એમ બે દિવસ ગુજરાત પ્રવાસે (Gujarat visit) આવવાના છે. તેઓ દાહોદ (Dahod) માં આદિવાસી સમાજના સંમેલનમાં હાજરી આપવા આવશે. ત્યારે તેમના આગમન પહેલા દાહોદમાં તૈયારીઓ શરુ થઇ ગઇ છે. PM મોદીની મુલાકાતને લઇ સુરક્ષા સઘન કરાઇ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

PM નરેન્દ્ર મોદી 20 એપ્રિલે દાહોદના ડોકી ખાતે આદિવાસી સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે PMની મુલાકાતને લઇને વહીવટ તંત્ર તૈયારીમાં લાગ્યુ છે. રેન્જ આઇજીપી, જીલ્લા પોલીસ વડા, જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી સહીતના ઉચ્ચ અધિકારીઓેએ સભા સ્થળની મુલાકાત લીધી હતી. આદિવાસી સમાજના સંમેલનમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા સહીતના જીલ્લામાંથી 3 લાખથી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

દાહોદ જીલ્લાની મુલાકાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 એપ્રિલના રોજ ડોકી ખાતે આદિવાસી સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. જેના પગલે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ જીલ્લાના અધિકારીઓ સાથે મેરેથોન બેઠકો કરી જરુરી સુચનો અને નિરીક્ષણ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં પાંચ જીલ્લા દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહીત વડોદરા જીલ્લા સુધીના જનમેદની ઉપસ્થિત રહેવાની છે. સાથોસાથ જીલ્લામાં સ્માર્ટ સીટી, પાણી પુરવઠા સહીત આરોગ્ય વિભાગના અનેક વિકાસના કાર્યનુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

દાહોદ જીલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે (1) ઝાયડસ મેડીકલ કોલેજ તૈયાર થયેલ 750 બેડની હોસ્પિટલ, વિધાર્થીઓ રહેવા માટે કવાર્ટર, PSA PLANTનુ લોકાર્પણ (2) દેવગઢબારીયા વન વિભાગ દ્વારા તૈયાર કરેલ એનીમલ રેસ્ક્યુ સેન્ટર ઉચવાણ ગામે (3) સીગવડ તાલુકા પંચાયત ભવન (4) દાહોદ જીલ્લા સાઉદન એરિયા રિજીયોનલ વોટર સપ્લાય સ્કીમ (5) લીમખેડા ઔધોગિક તાલીમ સંસ્થાનુ નવીન બિલ્ડીંગ (6) 66 કેવી બાવકા સબ સ્ટેશન આમ કુલ જીલ્લાના 1767.22 કરોડનું નવીન કામોનુ લોકાર્પણ વડાપ્રધાન કરશે. જ્યારે સ્માર્ટ સીટીઅંતર્ગત (1) વોટર સકાડા (2) નગરપાલીકા બિલ્ડીંગ (3) ટ્રાયબલ મ્યુઝિયમ (4) સ્પોટર્સ કોમ્પ્લેક્ષ (5) લાઇબ્રેરી (6) તાલુકા પ્રાયમરી શાળા(7) ટ્રક ટર્મિનલ અને એનિમલ શેલટર (8)જીલ્લા ગ્રામવિકાસ એજન્સીના કામો (9) સિંચાઇ વિભાગ (10) પાણી પુરવઠા વિભાગના (11) ગુજરાત એનજી ટ્રાન્સમિશન કોર્પોરેશન. લી ના કામો ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જેની કિંમત કુલ 620.10 કરોડ ના કામો નવીન કામો શરુ કરાશે.

આ પણ વાંચો :Gujarat માં કાળઝાળ ગરમીની શરૂઆત, શનિવારે 7 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

આ પણ વાંચો : મનીષ સિસોદિયાનું એલાન- સોમવારે ગુજરાતની શાળા જોવા જઈશ, ભાજપે 27 વર્ષમાં કંઈક તો કર્યું જ હશે

Next Article