Dahod : છેલ્લા એક વર્ષમાં દાહોદ જિલ્લામાં 936 કરોડની મિલ્કતોની થઈ લે વેચ

|

Jul 04, 2021 | 12:53 PM

કોરોના કાળ બાદ દાહોદ (Dahod) જિલ્લામાં બાંધકામ પ્રવૃત્તિને (property sales) વેગ મળ્યો છે. છેલ્લા 3 માસમાં 1439 મિલ્કતોના સોદા થયા છે.

Dahod :  છેલ્લા એક વર્ષમાં દાહોદ જિલ્લામાં 936 કરોડની મિલ્કતોની થઈ લે વેચ
બાંધકામ પ્રવૃત્તિ ફરી શરૂ

Follow us on

કોરોના વાયરસના સંક્રમણને પગલે અટકી પડેલી બહુધા આર્થિક ગતિવિધિઓમાં હવે ધીમે ધીમે વેગવંતિ બની રહી છે. દાહોદ જિલ્લામાં (Dahod) અનેક લોકોને રોજગારી પૂરી પાડી રહેલા બાંધકામ વ્યવસાય (property sales ) શરૂ થતાની સાથે મિલ્કત ખરીદીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

દાહોદ જિલ્લામાં માત્ર છેલ્લા ત્રણ જ માસમાં 1439 મિલ્કતોના સોદા થયા છે. આ જ ત્રણ માસમાં 420 મિલ્કતો મહિલાઓએ ખરીદ કરી છે. છેલ્લા ત્રણ માસમાં રાજ્ય સરકારને દસ્તાવેજોની નોંધણી માટે ડ્યુટી પેટે રૂ.4 કરોડની આવક થઇ છે. દાહોદ જિલ્લામાં એક વર્ષમાં 9.36 અબજની કિંમતની મિલ્કતોના સોદા થયા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

દાહોદ જિલ્લાની વિશેષતા એ છે કે અહીંથી મોટા પ્રમાણમાં લોકો બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને રોજગારી માટે રાજ્યના અન્ય મોટા શહેરોમાં સ્થળાંતર કરે છે. દાહોદમાં પણ કોરોના સંક્રમણના બીજી લહેરની સ્થિતિ હળવી પડતા રાજ્ય સરકારે હળવા કરેલા નિયંત્રણો બાદ બાંધકામ પ્રવૃત્તિમાં ગતિ આવી છે.

દાહોદ નગરમાં અને જીલ્લામાં કોરોનાના કારણે બંધ પડેલા બાંધકામના નાનામોટા અનેક પ્રોજેક્ટ ફરી શરૂ થયા છે. જો કે, છેલ્લા ત્રણ માસમાં ત્રણ રહેણાંક અને એક બહુહેતુક બાંધકામની મંજૂરી લેવાઇ છે. મિલ્કતોની ખરીદીમાં દાહોદની મહિલાઓ પણ કંઇ પાછળ નથી. આ જ એક વર્ષમાં 1639 મહિલાઓના નામે મિલ્કતોની ખરીદી કરવામાં આવી છે. રાજ્ય સરકાર મહિલાઓના નામે ખરીદાતી મિલ્કતોના દસ્તાવેજોની નોંધણીમાં માફી આપે છે.

આ પણ વાંચો :  Ahmedabad : રસી જ કરશે રક્ષણ, જાણીને અમદાવાદીઓ રજાના દિવસે રસી કેન્દ્રો પર ઉમટ્યા

Next Article