Dahod: દાહોદના રોઝમ ગામે પાણી પૂરવઠા વિભાગની નિર્માણાધિન ટાંકી ધરાશાયી થઈ, જેમા કાટમાળ નીચે દબાવાથી ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. નિર્માણાધિન ટાંકીનો ત્રીજો સ્લેબ ધરાશાયી થયો હતો. 10 થી વધુ મજૂરો દબાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
તમામ ઈજાગ્રસ્તોને ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ રહ્યુ છે. પોલીસ અને 108 ઈમરજન્સી તેમજ ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને કાટમાળ નીચે દબાયેલા શ્રમીકોની રેસક્યુ કામગીરી હાથ ધરી છે.
5 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે પૈકી ત્રણ લોકોની હાલત ગંભીર છે. ફાયરના જવાનો દ્વારા ધરાશાયી ટાંકીનો કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તમામ પરિસ્થિતિની પર નજર રાખી રહ્યા છે.
Input Credit- Pritesh Panchal- Dahod
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 7:39 pm, Thu, 14 September 23