
દાહોદના આમલી ખજુરીયમાં નલ સે જલ યોજના હેઠળ નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો હતો. જેમાં 6 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા સ્થાનિકો દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Dahod: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળા લાગેલા જોઈને DDO એ આઉટસોર્સિંગના 6 કર્મીઓને છૂટા કરવાની તજવીજ
આ અગાઉ વલસાડમાં શ્રમિકનું દીવાલ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું હતુ. વલસાડ શહેરના કૈલાસ રોડ પરના વૈશાલી પાર્કમાં એક ઘરના રીનોવેશનના કામ દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં કપરાડા ખાતે રહેતા શ્રમિકનું દીવાલ નીચે દબાઈ જવાથી કરૂણ મોત નિપજ્યું હતુ. સ્થાનિકો દ્વારા તાત્કાલીક 108ની ટીમનો સંપર્ક કરી શ્રમિકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
ગઈ કાલે મોરબીના વાંકાનેરના કોટડાનાયાની ગામમાં કૂવો ખોદકામ કરતા સમયે ભેખડ પડવાથી ત્રણ શ્રમિકના મોત થયા હતા. કૂવો ખોદવાની કામગીરી સાંજના સમયે કરવામાં આવી રહી હતી. તે સમયે અચાનક ભેખડ પડવાથી ત્રણ શ્રમિકો દટાઈ ગયા હતા. જેથી બે શ્રમિકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે એક શ્રમિકને તાત્કાલીક ધોરણે સારવાર માટે રાજકોટ લાવવામાં આવ્યો હતો. પરંતુ રાજકોટમાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત શ્રમિકનું મોત થયુ હતુ. આ સમગ્ર ઘટનાની જાણ વાંકાનેર પોલીસને કરવામાં આવી હતી. વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ સુરતના અડાજણ પાટીયા વિસ્તારમાં આવેલા ચાર માળની બિલ્ડિંગનો મોડી રાત્રે સ્લેબ ધરાશાય થવાની ઘટના સામે આવી હતી. બિલ્ડિંગના ટેરેસની ગેલેરીનો સ્લેબનો ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેને લઇ બિલ્ડિંગની નીચે પાર્ક કરેલી બે કાર પર પડતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને કાટમાળ દૂર કર્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 8:46 am, Fri, 7 April 23