રાજ્યમાં અકસ્માતની વણઝાર, છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં ગમખ્વાર અકસ્માતમાં 3 મોત

|

May 19, 2022 | 6:50 PM

દાહોદમાં ઈન્દોર-અમદાવાદ હાઈવે પર બસ ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસે પલટી મારી ગઈ હતી જ્યારે બનાસકાંઠા જિલ્લામાં બસ દીવાલ સાથે અથડાઈને પલટી ગઈ હતી. જ્યારે ડાંગમાં એસટી બસનું વ્હીલ નીકળી ગયું હતું.

રાજ્યમાં અકસ્માતની વણઝાર, છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં ગમખ્વાર અકસ્માતમાં 3 મોત
Banaskantha, the bus hit the wall

Follow us on

રાજ્યમાં અકસ્માતની વણઝાર સર્જાઈ છે. રાજ્યમાં અકસ્માતની ચાર ઘટના બની છે. છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે. વકંલા ગામ પાસે બાઈક સ્લીપ થતાં આ અકસ્માત સર્જાયો હતો. બીજી બાજુ બનાસકાંઠાના આબુરોડ હનુમાન ટેકરી પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસમાં સવાર 41માંથી 16 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તરફ દાહોદમાં ઈન્દોર-અમદાવાદ હાઈવે પર બસ ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસે પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં 10 મુસાફરો ઘાયલ થયા હતા. તો ડાંગના વઘઈ નજીક અંબિકા નદીના પુલ પર અચાનક એસટી બસનું આગળનું વ્હીલ છૂટું પડી ગયું હતું. બસમાં સવાર 45 મુસાફરો આબાદ બચાવ થયો હતો.

છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. આ ઘટના નસવાડીના વંકલા ગામ પાસે બની છે કે, જ્યાં બાઈક પર ત્ર યુવાનો સેંગપુરથી વંકલા ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. મૃત્યુ પામેલા યુવકોમાં અજય ભાઈ બચુડિયા નાયક, વિકેશ બચુડિયા નાયક અને સંજય મગડીયા નાયક છે જેમાંથી બે સગા ભાઈ અને એક પિતરાઈ ભાઈ છે. હાલ તો પોલીસ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ ઉપરાંત દાહોદ જિલ્લામાં ઇન્દોર-અમદાવાદ હાઇવે ઉપર ખાનગી બસને અકસ્માત નડ્યો છે. ખાનગી બસના ડ્રાઇવે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા ઉપર બસે પલટી મારી હતી. બસમાં બેઠેલા 40 પૈકી 10થી વધુ મુસાફરને ઈજા પહોંચી હતી જોકે કોઈ જાનહાની થઈ નહોતી. ઇજાગ્રસ્તોને 108ની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા. દાહોદ રુરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ બસ અમદાવાદથી ઇન્દોર બસ જઇ રહી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બનાસકાંઠા જિલ્લામાં આબુરોડ હનુમાન ટેકરી પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. બસનું સ્ટેયરિંગ ફેલ થતાં બસ સેફ્ટી વોલ સાથે અથડાઈ હતી. બસમાં સવાર 41 લોકોમાંથી 16 લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિરોહીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. દિવાલ સાથે અથડાયા બાદ બસે પલટી ખાધી હતી. બસમાં સવાર તમામ મુસાફરો ભાવનગરના રહેવાસી હતી. આ મુસાફરો રામદેવરાની મુલાકાત કરી ગુજરાત પરત ફરી રહ્યા હતા.

ડાંગ જિલ્લામાં વઘઇ નજીક એસટી બસ બસનું આગળનું વ્હીલ છૂટું પડી ગયું હતું. બસ અંબિકા નદીના પુલ પરથી પસાર થઈ રહી ત્યારે જ તેનું વ્હીલ નીકળી જતાં લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. જોકે સદનસિબે કોઈ મોટો અકસ્માત સર્જાયો નહોતો. બસમાં સવાર 45 મુસાફરનો આબાદ બચાવ થયો હતો. આ બદ દાહોદથી આહવા જતી હતી.

 

Next Article