Cyclone Tauktae Updates : નવસારીમાં તાઉ તે વાવાઝોડાની અસર હજુ પણ યથાવત, દરિયામાં કરંટ દેખાયો
નવસારી

Cyclone Tauktae Updates : નવસારીમાં તાઉ તે વાવાઝોડાની અસર હજુ પણ યથાવત, દરિયામાં કરંટ દેખાયો

| Edited By: | Updated on: May 18, 2021 | 8:11 AM

નવસારી જિલ્લાના દરિયામાં વાવાઝોડાનો કરંટ હજુ પણ યથાવત છે. તો બીજી તરફ પવનની ગતિમાં પણ વધારો થયો છે.

Cyclone Tauktae Update : તાઉ તે વાવાઝોડા ટકરાવવા મુદ્દે હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું  હતું ‘તાઉ તે’ વાવાઝોડું રાત્રીના 9 વાગ્યે ઊના પાસે 150-175 કીમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ટકરાયું હતું. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવનથી 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. 20 જિલ્લાઓમાં NDRFની 44 ટીમ તૈનાત છે તે હવે સ્થિતિ પર નજર રાખશે.

ગુજરાતના દરિયાકાંઠે તાઉતે વાવાઝોડું ટકરાયા બાદ તાઉતે વાવાઝોડાની અસર હજુપણ યથાવત છે. ગઈકાલ રાતથી ફૂંકાઈ રહેલા ભારે પવન અને વરસાદ અત્યારે પણ યથાવત છે. નવસારી જિલ્લાના દરિયામાં વાવાઝોડાનો કરંટ હજુ પણ યથાવત છે. તો બીજી તરફ પવનની ગતિમાં પણ વધારો થયો છે. ઉભરાટ, વાસી, બોરસી , માછીવાડ, કૃષ્ણ પુર, ઓનજલ માછીવાડ, મેઘર અને ભાટ ગામના દરિયા કાંઠે હજુ મોજા ઉછળી રહ્યા છે.

CM રૂપાણીએ વલસાડ, ગીર સોમનાથના કલેક્ટરો સાથે વાતચીત કરીને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો તથા દરિયાકાંઠાના જિલ્લાઓના અધિકારીઓને સતત સતર્ક રહેવા અને જિલ્લાની સ્થિતિની માહિતી સ્ટેટ કંટ્રોલ રૂમમાં પહોંચાડતા રહેવા સૂચના આપી હતી. મહત્વનું છે કે, વાવાઝોડાના ગુજરાતમાં પ્રવેશથી લઇને લેન્ડફોલની પ્રક્રિયા સુધી કોઇ પણ જિલ્લામાં અસાધારણ કે ગંભીર ફોન ન આવ્યા હોવાનો પણ સરકારે દાવો કર્યો છે.